રાજયમાં શાસક પક્ષ કોંગ્રસ અને વિપક્ષ ભાજપ વચ્ચે રાજનીતિ જોરદાર ચાલી રહ્યી છે. બન્ને દળ વચ્ચે બંધ બારણે ધારાસભ્યોની બેઠકો ચાલી રહી છે અને આગળની રણનીતિ બનાવામાં આવી રહી છે. આ વચ્ચે ભાજપના 3 ધારાસભ્ય કોંગ્રેસનાં સંપર્કમાં છે, તેવી અફવા ચાલી રહી છે. તેમજ રાજય સરકારનાં જનસંપર્ક પ્રધાન પી.સી શર્મા પણ કહી ચુકયા છે કે, ભાજપનાં ઘણા ધારાસભ્ય કોંગ્રસનાં સંપર્કમાં છે.
કર્ણાટકનો બદલો મધ્યપ્રદેશમાં લેવાની કમલનાથની તૈયારી, ઘણા ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો
ભોપાલઃ મધ્યપ્રદેશમાં સત્તાધારી કોંગ્રસ દ્વારા ભાજપાનાં ઘણા ધારાસભ્ય તેમના સંપર્કમાં છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ભાજપના જ એક ધારાસભ્ય મુખ્યપ્રધાન કમલનાથ સાથે વલ્લભ ભવન ખાતે કાયદેસરની બેઠક કરી હતી. જ્યાં આ અંગેની ચર્ચાઓ થઈ હતી.
નદી ન્યાસનાં વડા કમ્પ્યુટર બાબાએ પણ દાવો કર્યો છે કે, ભાજપનાં ચાર ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. મુખ્યપ્રધાન જયારે કહેશે ત્યારે આ ધારાસભ્યોને તેમની સમક્ષ લાવવામાં આવશે.
કોંગ્રેસના સુત્રો દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના ત્રણ ધારાસભ્યો સીધા તેમના સંપર્કમાં છે. ભાજપનાં ધારાસભ્ય સંજય પાઠક ગુરુવારે વલ્લભ ભવન ખાતે દેખાયા હતાં, જયા મુખ્યપ્રધાન કમલનાથ સાથે તેમની બેઠકની ચર્યાઓ કરવામાં આવી રહી છે. આ બાબતમાં સંજય પાઠકની કોઇ પણ જાતની પ્રતિક્રિયા મળી નથી. પણ પાઠક અગાઉ કોંગ્રસનાં ધારાસભ્ય રહી ચુકયા છે. તેમને બપોરે પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યુ હતું કે, તેઓ કોંગ્રસ સહિત બધા પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ છે, પણ અત્યારે તેઓ ભાજપમાં જ છે.