ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યા કેસમાં ચૂકાદો આપનાર જજોને ભારતરત્નથી સન્માનિત કરો, ભાજપના આ નેતાએ કરી માગ

બલિયાઃ ઉત્તરપ્રદેશના બૈરિયા બેઠકના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે અયોધ્યા કેસનો ચૂકાદો આપનાર પાંચેય જજને ભારતરત્ન આપવાની માગ કરી છે. આ સાથે તેમણે અસદુદ્દીન ઓવૈસી ઉપર આક્રોશ ઠાલવતા કહ્યુ હતુ કે, ઓવૈસીએ  ભારતના બંધારણ ઉપર ભરોસો મુકવો જોઈએ. પરંતુ તેઓ તો દેશદ્રોહ જેવો ગુનો આચરી રહ્યા છે.

અયોધ્યા કેસમાં ચૂકાદો આપનાર જજોને ભારતરત્નથી સન્માનિત કરો, ભાજપના આ નેતાએ કરી માગ

By

Published : Nov 12, 2019, 4:52 AM IST

Updated : Nov 12, 2019, 12:05 PM IST

ધારાસભ્ય સુરેન્દ્રસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં સુપ્રિમ કોર્ટના પાંચ જજોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ન્યાયાધીશો જે નિર્ણય કર્યો છે તેનાથી ભારતના સમ્માનનું રક્ષણ થયુ છે. તેમજ સંસ્કૃતિ જળવાઈ રહી છે.

તેમણે ઉમેર્યુ હતું કે, રામ અયોધ્યામાં નહીં તો શું અરબમાં હોવાના? જે પાંચ ન્યાયાધીશોએ ચૂકાદો આપ્યો તે ભારતના રત્નો છે. તમામને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તેવો અનુરોધ સુરેન્દ્રસિંહે કહ્યુ હતો.

Last Updated : Nov 12, 2019, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details