ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ ભાજપના ધારાસભ્ય દિવ્યરાજ સિંહને કોરોના - Corona cases in Riva district

મધ્યપ્રદેશના રીવા જિલ્લાના સિરમોર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય અને રીવાના મહારાજ પુષ્પરાજ સિંહના પુત્ર દિવ્યરાજ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના નિવાસસ્થાનને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભાજપ ધારાસભ્ય તથા રીવાના મહારાજ પુષ્પરાજ સિંહના પુત્ર દિવ્યરાજ સિંહ થયા કોરોનાથી સંક્રમિત
ભાજપ ધારાસભ્ય તથા રીવાના મહારાજ પુષ્પરાજ સિંહના પુત્ર દિવ્યરાજ સિંહ થયા કોરોનાથી સંક્રમિત

By

Published : Jun 29, 2020, 10:29 PM IST

મધ્યપ્રદેશ: રાજ્યસભા ચૂંટણીમાં મતદાન માટે ઘણા ધારાસભ્યો એકત્રિત થયા હતા જેમાંથી કેટલાક ધારાસભ્યો ઓમપ્રકાશ સકલેચાના સંપર્કમાં આવ્યા હતા.

જાવદ વિધાનસભા બેઠકથી ભાજપ ધારાસભ્ય ઓમપ્રકાશ સકલેચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ ધારાસભ્યોને કોરોના પરીક્ષણ કરાવવું પડ્યું હતું.

મોટાભાગના ધારાસભ્યોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ રીવાના જિલ્લાના સિરમોર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય અને રીવાના મહારાજ પુષ્પરાજ સિંહના પુત્ર દિવ્યરાજ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ચૂંટણી દરમિયાન તેઓ ઓમપ્રકાશ સકલેચાની પાસે જ બેઠા હતા. ત્યાંથી રીવા પરત ફરતા સમયે તેઓ સેલ્ફ આઇસોલેટ થયા હતા અને તેમના નિવાસ સ્થાને કવોરેંટાઇન થયા હતા.

ઉલ્લેખનીય છે કે રીવાના મહારાજ પુષ્પરાજ સિંહના પુત્ર દિવ્યરાજ સિંહના પૈતૃક નિવાસ સ્થાન એટલે કે રીવાના કિલ્લામાં મહામૃત્યુંજય ભગવાનનું મંદિર છે જેના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ દિવ્યરાજ સિંહ આ જ કિલ્લામાં કવોરેંટાઇન થતાં સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે જેના પગલે મંદિરમાં હાલ પૂરતા દર્શન બંધ રાખવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details