ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપના કો અપના બના લે રાહુલ ગાંધી: ભાજપના નેતા - soniya gandhi

ન્યૂઝ ડેસ્ક: સપના ચૌધરીના કોંગ્રેસમાં સામેલ થવાની અફવાઓેને લઈ ભાજપના નેતા સુરેન્દ્ર સિંહે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે સપના ચૌધરી અને સોનિયા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરી છે. જો કે, હાલમાં તો સપનાને લઈ એક અન્ય ખબરો પણ વહેતી થઈ છે. સપના હવે ભાજપના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે.

સપના ચૌધરી

By

Published : Mar 25, 2019, 5:15 PM IST

ઉત્તરપ્રદેશ ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પ્રખ્યાત ડાંસર સપના ચૌધરી પર વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી કુળની પરંપરાને આગળ વધારે, તેમની માતા પણ આ વ્યવસાયમાં હતા. હવે તેઓ સપનાને પણ અપનાવી લે. હું ઘન્યવાદ આપું છું રાહુલને કે, જેવી રીતે તમારા પિતાજીએ સોનિયાને અપનાવ્યા હવે તમે પણ સપનાને અપનાવી લ્યો. ભારતની રાજનીતિમાં સપનાને અપના બનાવી લ્યો અને એક નવી ઈનીંગ્સની શરૂઆત કરો.

આ અંગે સપનાએ સુરેન્દ્ર સિંહના નિવેદન પર ટ્વીટ કરી જવાબ આપ્યો છે કે, રાહુલ ગાંધી મારા મોટા ભાઈ સમાન છે પણ ભાજપના ધારાસભ્યના આવા હલકી કક્ષાના નિવેદનને કારણે હું આશ્ચર્યચકિત થઈ ગઈ છું. એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાનું આવું નિવેદન ઘણું અપમાનજનક તથા નિંદનીય છે. મહિલાઓનું અપમાન કરવું એ શું તેમની સંસ્કૃતિ છે.

ABOUT THE AUTHOR

...view details