ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર હરિયાણા ચૂંટણી: થોડીવારમાં નવી દિલ્હી ખાતે ભાજપની બેઠક યોજાશે - શિવસૈનિક મહારાષ્ટ્રના સીએમ બનીને રહેશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. જે માટે ભાજપ અને શિવસેના વચ્ચે લગભગ બેઠક વહેંચણી માટે ગુંચવાયેલું કોકડુ ઉકેલાઈ ગયુ છે. આજે બપોરે 1 વાગ્યાની આસપાસ દિલ્હી ખાતે અમિત શાહ અને જેપી નડ્ડાની આગેવાની બેઠક યોજાવાની છે. જેમાં બેઠકોની વહેંચણી અંગે મહત્ત્વની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ જ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે ગઠબંધનને લઈ કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવામાં આવશે તથા આ અંગેની જાહેરાત અને સીટોની સંખ્યા પણ ટૂંક સમયમાં જ આવી જશે.

Maharashtra Assembly Elections 2019

By

Published : Sep 29, 2019, 12:48 PM IST

Updated : Sep 29, 2019, 3:40 PM IST

શનિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે વાતચીત ચાલી રહી છે. આ અંગેની ટૂંક સમયમાં જ જાહેરાત થઈ જશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં અમે ફરી વખત સત્તા પર આવવા ઈચ્છીએ છીએ એટલે પાર્ટીના દાવેદારોને બોલાવ્યા હતાં. અમે બંને સાથી પાર્ટીઓ આ ચૂંટણીમાં જીત માટે એકબીજાને મદદ કરતા રહીશું.

શિવસેના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, બાલા સાહેબને વચન આપ્યું હતું કે, એક દિવસ શિવસૈનિક મહારાષ્ટ્રના સીએમ બનીને રહેશે. આ વાત પરથી તો એવું સાબિત થાય છે કે, આગામી ચૂંટણીમાં મોટા ભાગની સીટ પર શિવસેના ચૂંટણી લડવા માગે છે.

સાથે જ આજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પણ યોજાવાની છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેવાના છે. આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની યાદી પર આખરી મોહર લાગી શકે છે. ત્યારે તમામ લોકોની નજર આ બેઠક પર રહેશે.

Last Updated : Sep 29, 2019, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details