નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે ભાજપની દિલ્હીમાં મંગળવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઇ હતી. આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. જેથી આજે ભાજપ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની દિલ્હીમાં મંગળવારે ભાજપ કાર્યાલયમાં બેઠક બાદ વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહ અલગથી ચર્ચાં પણ કરી હતી.
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપ આજે ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા - ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં 26 માર્ચની રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. ભાજપ આજે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.
આ બેઠકમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. CEDની બેઠકમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી પણ સામેલ થયા હતા. CECની બેઠક સમાપ્ત થયા બાદ મોદી શાહ અને નડ્ડાએ એક બેઠક કરી હતી. જેમાં વર્તમાન રાજકિય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
CECની બેઠક એવા સમયે થઇ હતી, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે સિંધિયાએ કોંગ્રેસ સાથે 18 વર્ષ જૂનો સંબંધ પણ તોડી નાખ્યો છે. સિંધિયાના આ નિર્ણય બાદ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ મધ્ય પ્રદેશના 22 કોંગ્રસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. જેથી કમલનાથ સરકાર સંકટમાં છે.