ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. તો રાકાંપા એ સ્પષ્ટ કહ્યું છે કે,વિપક્ષમાં બેસવાને પ્રાથમિકતા આપશે.
મહારાષ્ટ્ર: BJP નેતા આજે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, શિવસેનાએ કહ્યું અમને કોઇ પ્રસ્તાવ નથી મળ્યો
મુંબઇ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.ભાજપના નેતાએ ગુરૂવારે રાજ્યપાલ ભગત સિંહ સાથે મુલાકાત કરશે. મુખ્યપ્રધાનના પદ્દ માટે શિવસેના અને ભાજપ વચ્ચે રસાકસી ચાલી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા તેને પણ 14 દિવસ વીતી ગયા છતાં, સરકાર રચવા પર કોઈપણ પ્રકારનું સમાધાન થતું દેખાતું નથી. સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે,પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને ભાજપ દ્વારા કોઇ પણ પ્રસ્તાવ નથી મળ્યો. શિવસેનાએ પોતાના MLAની બેઠક પણ બોલાવી હતી.
file photo
જણાવી દઇએ કે,વિધાનસભાનો કાર્યકાળ બે દિવસમાં પૂર્ણ થવાનો છે.મળતી માહીતી મુજબ MLAના શપથ માટે આવતા અઠવાઢિયામાં વિધાનસભાના ત્રણ દિવસ માટે એક વિશેષ સત્ર બોલાવામાં આવશે.તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના આ પ્રશ્નને ટૂંક સમયમાં હલ કરી લે તેવી આશા છે.