અયોધ્યાઃ કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉમા ભારતીએ નિર્ણય લીધો કે, તે અયોધ્યામાં ભૂમિપૂજનમાં સામેલ થશે નહીં. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે રામલલાના દર્શન કરશે.
2 દિવસ બાદ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ પૂજામાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કાલે જ્યારે મેં અમિત શાહજી અને અન્ય નેતાઓ અંગે કોરોના પોઝિટિવના સમાચાર સાંભળ્યા, ત્યારથી જ હું કાર્યક્રમમાં હાજર નહીં રહેવા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતિત છું.