ઝારખંડઃ ધનબાદમાં અજાણ્યા ગુનેગારોએ ભારતીય જનતા પાર્ટી કેંદુઆ મંડળના પ્રમુખ સતિષ સિંહને ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ હુમલો કરનારા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
ઝારખંડઃ ધનબાદમાં BJP નેતાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી - ઝારખંડ ન્યૂઝ
ધનબાદમાં અજાણ્યા ગુનેગારોએ ભારતીય જનતા પાર્ટી કેંદુઆ મંડળના પ્રમુખ સતિષ સિંહને ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ હુમલો કરનારા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ ઘટના છઠ તળાવ વિસ્તારની છે. જ્યાં બાઇક પર સવાર ગુનેગારોએ સતીષસિંહની ગોળી મારી હત્યા કરી હતી. માહિતી મળ્યા બાદ ધનબાદના ધારાસભ્ય રાજ સિંહા તેમના સમર્થકો સાથે પીએમસીએચ સાથે પહોંચ્યા હતા. સતિષ સિંહ ધનબાદના ધારાસભ્યના રાજ સિંહાના ખાસ માનવામાં આવતા હતા. ધારાસભ્ય રાજ સિંહાએ કથળી રહેલા કાયદો અને વ્યવસ્થાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે, હાલની સરકારમાં કાયદો અને વ્યવસ્થા નષ્ટ થઈ ગયા છે અને ગુનેગારો બેકાબૂ બન્યા છે.
ફાયરિંગની ઘટના ગુનેગારો દ્વારા કોલસાના વર્ચસ્વને લઈને કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જેમાં બે ગુનેગારો સ્પષ્ટ રીતે બાઇક ઉપર સતિષસિંહ પર ગોળી ચલાવતા નજરે પડે છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.