ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મૂ-કાશ્મીર: ભાજપના નેતા નિર્મલ સિંહને વિધાનસભા અધ્યક્ષ પદેથી હટાવાયા - સંવિધાનની જોગવાઈઓ મુજબ પદ પર નિમણૂંક

જમ્મૂ: ઉપ રાજ્યપાલ જી.સી.મુર્મૂના નેતૃત્વવાળી જમ્મૂ-કાશ્મીર તંત્રે એક નોટિસ જાહેર કરી વિધાનસભાના અધ્યક્ષ અને વરિષ્ઠ ભાજપ નેતા નિર્મલ સિંહનો કાર્યકાળ પૂર્ણ કરી દીધો છે. તેમને પૂર્વેના જમ્મૂ-કાશ્મીર સંવિધાનની જોગવાઈઓ મુજબ પદ પર નિમણૂંક કરાયા હતાં.

jammu and kashmir latest news

By

Published : Nov 17, 2019, 6:36 PM IST

અહીં, ઉલ્લેખનીય છે કે, જમ્મૂ આધારિત નેશનલ પૈંથર્સ પાર્ટી સહિત અનેક રાજકીય પાર્ટીઓએ કલમ 370 હટાવવાના કારણે વિધાનસભા ભંગ થવા છતાં પણ નિર્મલ સિંહ પોતાના પદ પર ચાલુ હતા, જેને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતાં.

કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા શનિવારે જાહેર કરેલી નોટિસમાં કહેવાયું છે કે, પૂર્વના જમ્મૂ-કાશ્મીર રાજ્યની વિધાનસભા અધ્યક્ષ નિર્મલ સિંહને 31 ઓક્ટોબર 2019ની તારીખથી કાર્યકાળ પૂર્ણ કરી દીધો છે. એનપીપીના અધ્યક્ષ અને પૂર્વ પ્રધાન હર્ષ દેવ સિંહે વિતેલી 13 નવેમ્બરે અધ્યક્ષ પદ પર સિંહે ચાલુ રહેતા સંવિધાન અને સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

નિર્મલ સિંહ 10 મે 2018ના રોજ પૂર્વના જમ્મૂ- કાશ્મીર રાજ્યની વિધાનસભામાં અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતાં. લગભગ એક મહિના પછી પીડીપી અને ભાજપની સરકાર પડી ગઈ અને 20 જૂન 2018થી ત્યાં રાજ્યપાલ શાસન લાગી ગયું. જો કે, રાજ્યને બે ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે વિભાજન કરવા છતાં પણ ભાજપના નેતા વિધાનસભા અધ્યક્ષ પદે ચાલુ જ હતાં. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, સિંહને જમ્મૂ- કાશ્મીરના સંવિધાનની કલમ 57 મુજબ પૂર્વેના જમ્મૂ- કાશ્મીર રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરાયા હતાં.

ABOUT THE AUTHOR

...view details