ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટનામાં ધોળા દિવસે ભાજપ નેતાની ગોળી મારી હત્યા - Patna news

બિહારમાં ભાજપના નેતાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપના જયંત મંડળના ઉપપ્રમુખ રાજેશકુમાર ઝા મોર્નિંગ વોક પર નિકળ્યા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

patna
patna

By

Published : Oct 1, 2020, 1:03 PM IST

પટનાઃ ભાજપના જયંત મંડળના ઉપપ્રમુખ રાજેશકુમાર ઝા ઉર્ફે રાજુ બાબાને પટનાના બેઉર પોલીસ સ્ટેશન હેઠળ તેજ પ્રતાપ નગર ખાતે ગુનેગારોએ ઠાર માર્યો હતો. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે પીએમસીએચ મોકલ્યો હતો.

મોર્નિંગ વોક દરમિયાન હત્યા

કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતા રાજેશ કુમાર ઝા મોર્નિંગ વોક કરવા ઘરની બહાર નિકળ્યા હતાં. જયાં પહેલેથી જ અપરાધીઓ નજર માંડીને બેઠા હતાં, જેવા તે નેતા ત્યાંથી પસાર થયા કે તરત જ ઘટનાને અંજામ આપ્યો હતો. રાજેશ કુમારની હત્યા કરી અપરાધીઓ ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના અંગે તેમના ભાઈ સંજય ઝા ને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જોકે પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

રાજેશ કુમારના સંજય ઝાએ જણાવ્યું હતું કે મારા ભાઈ એક સામાજીક કાર્યકર્તા નેતા હતાં. તેમને કોઈ સાથે દુશ્મની કે કોઈ પણ પ્રકારનો વિવાદ નહતો.

ABOUT THE AUTHOR

...view details