ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: જ્યારે રાજ્યસભામાં પહેલી વાર સામ-સામે આવ્યા ‘રાજા અને મહારાજા’ - કોંગ્રેસના દિગ્વિજય સિંહ શપથ

જ્યોતિરાદિત્ય સિંધિયા પાંચ મહિનાથી ભાજપમાં છે. બીજેપીએ તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. આજે બુધવારે શપથ લીધા બાદ તેમણે કોંગ્રેસના દિગ્વિજય સિંહ અને ગુલામ નબી આઝાદને શુભેચ્છા પાઠવી હતી. તેની તસવીર પણ બહાર આવી છે, જ્યાં બંને નેતાઓ એક બીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ

By

Published : Jul 22, 2020, 6:54 PM IST

ભોપાલ: રાજ્યસભાના 45 નવા ચૂંટાયેલા સભ્યોએ આજે ​​શપથ લીધા છે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દ્વારા ચૂંટાયેલા તમામ સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન શપથ લેનારા સભ્યોમાં મધ્યપ્રદેશ ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના દિગ્વિજય સિંહ પણ હતા.

આ અગાઉ મધ્યપ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ દરમિયાન સિંધિયા અને દિગ્વિજય સિંહ વચ્ચે ખૂબ જ બોલાચાલી થઇ હતી, પરંતુ જ્યારે આજે બંને પ્રથમ વખત સામાન્ય અને સૌજન્ય દેખાયા. આજે સિંધિયા, દિગ્વિજય સિંહ અને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે મળ્યા. આ દરમિયાન સિંધિયાએ બંને નેતાઓને શુભેચ્છા પણ પાઠવી હતી અને નમસ્કાર પણ કર્યા.

બન્ને નેતાઓ વચ્ચે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સાથે વાત થઈ નહોતી, આ બેઠક માત્ર ઔપચારિક હતી. દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા એક સાથે રાજ્યસભામાં પહોંચ્યા છે.

બન્ને નેતાઓ મધ્યપ્રદેશથી જ ચૂંટાયા છે. અગાઉ બંને એક જ પાર્ટી કોંગ્રેસમાં હતા, પરંતુ આ વખતે બંને અલગ છે. દિગ્વિજય સિંહ બીજી વખત કોંગ્રેસ તરફથી આવ્યા છે અને જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રથમ વખત ભાજપ તરફથી રાજ્યસભા પહોંચ્યા છે.

ABOUT THE AUTHOR

...view details