લખનઉમાં ભાજપના નેતા ગાયોને બાંધશે રાખડી - રક્ષાબંધન
લખનઉ: ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ ગૌહત્યા અંગે લોકોમાં જાગ્રતિ લાવવાનો છે. જેને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે જાહેરાત કરી હતી કે, તે ગુરુવારના રોજ રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધશે. નવાબે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "લખનૌના કુબિયાઘાટ ક્ષેત્રમાં યોજાનાર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ કાર્યક્રમનું બીજુ વર્ષ છે, જેને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો સઘન પ્રયત્નો કરી રહ્યાં છે."
નવાબે આ કાર્યક્રમનો ઉદ્દેશ્યને જણાવતા કહ્યું હતું કે, "મનુષ્ય અને ગાયની વચ્ચે સંબંધ રેખાંકિત કરીને ગૌહત્યા અંગે જાગૃતા લાવવા માગે છે." આમ, રક્ષાબંધનના દિવસે લોકોને ઉદ્દેશાત્મત સંદેશ આપવા માટે નવાબે એક નવી પહેલ કરી છે...