ભાજપ નેતા ગૌતમના કેજરીવાલ પર 'ગંભીર' પ્રહાર - Bharatiya Janata Party
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાના OSDની ભ્રષ્ટાચારના કેસમાં CBIએ ધરપકડ કરી છે. જેને લઈને પૂર્વ દિલ્હીથઈ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે સીએમ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પર શાબ્દિક પ્રહારો કર્યા છે.
ગૌતમ ગંભીર
નવી દિલ્હી: ગૌતમ ગંભીરે એક સંસ્કૃત મુહાવરો ટ્વીટ કર્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને દેખાડો કરનારા અને ચાલાક ગણાવ્યા હતા. ગંભીરે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, 'દુનિયા આખીને ચોર કહેનારા પોતાના જ ઘરના લૂંટારૂઓને ઓળખી શક્યા નહીં'.