પેટાચૂંટણીને લઈ ભાજપ સંગઠન અને સરકાર મળીને પોતાની તમામ તાકાત લગાવશે. ભાજપ આ વખતે 10 સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે એક સીટ પ્રતાપગઢ પર સહયોગી પાર્ટી અપના દલના ખાતામાં ગઈ છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં આ 10માંથી બસપા અને સપાએ ફક્ત બે સીટ જલાલપુર અને રામપુર જીતી હતી, પણ આ વખતે ભાજપે આ તમામ સીટો પર મીટ માંડીને બેઠુ છે. ભાજપનો પ્રયાસ રહેશે કે, આ વખતે તમામ 10 સીટ જીતવી. જેથી અત્યાર સુધીમાં પેટાચૂંટણીમાં હારવાનો ભ્રમને તોડી શકાય.
ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠન મંત્રીઓ ચૂંટણીવાળા વિસ્તારોની મુલાકાત લઈ આ સીટ પર કાર્યક્રમોના આયોજન ગોઠવી પોતાની હાજરી દર્શાવતા રહ્યા છે.
હવે જ્યારે બીજા તબક્કામાં ચૂંટણી થવાની છે, જ્યાં જનસભા, બૂથ સંમેલન, પછાત વર્ગ, અનુસૂચિત વર્ગ, મહિલા અને લઘુમતી તથા ખેડૂત સંમેલનના આયોજન કરી રહ્યા છે.પ્રદેશ અધ્યક્ષ પણ આ વિસ્તારો પર પકડ જમાવવાની ફિરાકમાં છે.
પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ વિસ્તારોની પેટાચૂંટણીને ધ્યાને રાખઈ વિસ્તારમાં વિવિધ યોજના અને શિલાન્યાસના કાર્યક્રમો ફટાફટ પતાવી દીધા છે. હવે તેઓ આગામી સમયમાં રેલીઓ અને જનસભાઓને સંબોધન કરશે.
હાલમાં મળેલી એક બેઠકમાં આ બાબતે ચર્ચાઓ થઈ હતી. હવે 15 ઓક્ટોબરથી યોગી આદિત્યનાથ કાનપુરના ગોવિંદનગર, ચિત્રકૂટના માનિકપુર, લખનઉ કૈંટ અને પ્રતાપગઢ સદરમાં ઉપસ્થિત રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ભાજપ માટે આ પેટાચૂંટણી ઘણી મહત્ત્વની છે. કેમ કે જો પેટાચૂંટણીમાં વિપક્ષની જીત થશે તો સત્તાધારી પાર્ટીનું મનોબળ તૂટી જશે. આગળ 2022માં પણ પાર્ટીને નુકશાન થવાનો ભય છે.એટલા માટે આ વખત સંગઠન અને સરકારનું સાથે મળીને બરાબરની તાકાત લગાવી રહ્યા છે.
હમીરપુરનું પરિણામ જોતા ભાજપ સતર્ક થઈ ગયું છે. ત્યાંના વોટ શેર ઘણું ઓછું થયું છે. જીતનું અંતર પહેલા કરતા ઓછું થયું છે.
કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર પેટાચૂંટણીમાં મુખ્યપ્રધાનની શાખનો પણ સવાલ છે. કેમ કે, આ વખતે બધું યોગી આદિત્યનાથના ખભે છે. નાયબ મુખ્યપ્રધાન કેશવ મૌર્ય મહારાષ્ટ્ર ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પ્રદેશમાં સમય આપી શકતા નથી. ત્યારે આવા સમયે યોગી આદિત્યનાથને આખી બાજી સંભાળવી પડે છે. જે સીટ પર સપા-બસપા જીતી હતી, તે સીટ પર તેમને હરાવી જીતને જાળવી રાખવાની પણ ચેલેન્જ છે.
ભાજપ આ પેટાચૂંટણીમાં જીત મેળવી જનતામાં એવો સંદેશો વહેતો કરવાનો પ્રયાસ કરશે કે, તેમની નીતિઓ પર જનતાનો વિશ્વાસ હજી પણ એટલો છે. વિપક્ષ માટે કોઈ જ જગ્યા નથી.