નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકાર કોરોના વાઇરસના કેસના આંકડા અને તેના કારણે થતા મૃત્યુના આંકડા વિશે ખોટુ બોલી રહી છે. તેમણે કહ્યું કે, કોવિડ 19 હોય કે GDP કે પછી ચીની ઘુસણખોરી, ભાજપે આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જુઠ્ઠુ કહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દ્વારા ફેલાયેલી આ જુઠ્ઠાણાની કિંમત દેશને ચૂકવવી પડશે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ સરકારને ચેતવણી આપી હતી કે 10 ઓગસ્ટ સુધીમાં ભારત કોરોનાવાઇરસ મામલામાં 20 લાખને પાર કરી જશે. તેમણે સરકારને 10 લાખ કેસ નોંધવા બદલ યોગ્ય પગલા ભરવાની સલાહ આપી હતી.