આ ઉપરાંત આ બેઠકમાં હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલા ખટ્ટર, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર છે.
મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણી: ભાજપની દિલ્હી ખાતે બેઠક, ટિકિટ વહેંચણી માટે મહામંથન શરૂ - સત્તાની કમાન સંભાળી રાખવા
નવી દિલ્હી: દિલ્હીમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં હાલ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે, જેમાં આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. તેથી ભાજપ માટે ચૂંટણી પ્રતિષ્ઠા બચાવી રાખવી અને સત્તાની કમાન સંભાળી રાખવા માટે લડી રહી છે.
latest bjp news
ભાજપે જો કે, હરિયાણામાં આ વખતે નિર્ણય કર્યો છે કે, સાંસદ અથવા ધારાસભ્યોના પરિજનોને ટિકિટ આપવામાં નહીં આવે.
હાલમાં ભાજપે અલગ અલગ રાજ્યોમાં કુલ 36 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરલ, મેઘાલય, મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ અને તેલંગણાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.
Last Updated : Sep 29, 2019, 6:27 PM IST