મધ્ય પ્રદેશઃ શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના ટોચના નેતાઓએ ભોપાલમાં રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કમલનાથ સરકાર વિરુદ્ધ ફ્લોર ટેસ્ટીંગની માગ કરી હતી અને આ અંગેનું મેમોરેન્ડમ રાજ્યપાલને સોપ્યું હતું.
મધ્ય પ્રદેશઃ ભાજપ નેતાઓને રાજ્યપાલને સોપ્યું મેમોરેન્ડમ, ફ્લોર ટેસ્ટીંગની કરી માગ - મેમોરેન્ડમ
શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના ટોચના નેતાઓએ ભોપાલમાં રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કમલનાથ સરકાર વિરુદ્ધ ફ્લોર ટેસ્ટીંગની માગ કરી હતી અને આ અંગેનું મેમોરેન્ડમ રાજ્યપાલને સોપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનાુંમા આપી દીધા હતા. આ કારણે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. જો મધ્ય પ્રદેશ વિધાનસભાની વાત કરવામાં આવે તો, 230 ધારાસભ્યોની વિધાનસભામાં 2 ધારાસભ્યોનું નિધન થયું હતું, જે કારણે 228 ધારાસભ્યો રહ્યા છે. જેમાં 114 કોંગ્રેસના અને 107 ભાજપના ધારાસભ્યો છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય નાટક બાદ કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે કારણે કોંગ્રેસ પાસે માત્ર 92 ધારાસભ્યો વધ્યા છે. બાકી વધેલા ધારાસભ્યોમાંથી પણ અમુક ધારાસભ્યો પાર્ટી સાથે જયપુર પહોંચ્યા ન હતા. આવા સમયે વિધાનસભામાં થનારા શક્તિ પરિક્ષણ પર નજર રહેશે.