કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મનીષ શુક્લાની ઉત્તરી 4 પરગના જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ મામલે સીબીઆઇની માંગ કરી છે. ત્યાં રાજ્યના ભાજપા મહાસચિવ સંજયસિંહે જણાવ્યું કે, ટીટાગઢમાં પાર્ટી કાર્યકર્તાની હત્યાના વિરોધમાં આજે બેરેકપુર 12 કલાક માટે બંધ કરવામાં આવશે.
જાણકારી અનુસાર રાજ્યપાલ જગદીશ ધનખડ ભાજપા કાઉન્સિલર મનીશ શુક્લાની કથિત રૂપથી હત્યા બાદ મમતા બેનર્જી સરકારના શીર્ષ અધિકારીઓને આજે રાજભવનમાં બોલાવ્યા છે. આપને જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીના મનીશ શુક્લાની રવિવારે ઉત્તર 24ના ટીટાગઢમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપાની પશ્ચિમ બંગાળ એકમે ટીએમસી પર શુક્લાની હત્યાનો આરોપ લગાવ્યો અને આ મામલે સીબીઆઇની માંગ કરી છે.
ભાજપા રાજ્ય એકમે ટવીટ કરીને કહ્યું કે, ' બંગાળને એવી જગ્યામાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે, જ્યાં હત્યાઓ સામાન્ય વાત છે. સતત આવી હત્યાઓ ચાલુ રાખવી એ તમારો (ટીએમસી) અનિવાર્ય અંત દર્શાવે છે. '