ખાસ વાત એ છે કે, ઓમ પ્રકાશ ચૌટાલાની ઈનેલોમાંથી અલગ બનેલી દુષ્યંત ચૌટાલાની આગેવાની વાળી જનનાયક જનતા પાર્ટીને 6થી 10 સીટો મળવાની શક્યતા છે. ત્યારે સમયે જો ત્રિશંકુ વિધાનસભા બની તો જેજેપી કિંગ મેકરની ભૂમિકામાં આવી જશે. એક્ઝિટ પૉલમાં જણાવ્યું છે કે, 31 ટકા જાટ વોટ પર જેજેપીએ પક્કડ બનાવી છે. હિસાર, રોહતક અને કરનાલમાં જેજેપીમાં સારી એવી પક્કડ સામે આવી છે. એક્ઝિટ પૉલમાં અન્યના ખાતામાં 6થી 10 સીટ જવાની શક્યતા છે.
હરિયાણા ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, ત્રિશંકુ વિધાનસભાના સંકેત
નવી દિલ્હી: આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયા તરફથી મંગળવારે જાહેર કરાયેલા એક્ઝિટ પોલ હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર સરકારમાં માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થયા તો હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિત ઊભી થશે, ત્યારે આવા સમયે ઈનેલોમાં અલગ થયેલી જેજેપી કિંગમેકરની ભૂમિકામાં આવી જશે. ચૂંટણી પરિણામ 24 ઓક્ટોબર આવશે. આજતક એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પૉલમાં હરિયાણામાં ભાજપને 90માંથી 32-44 સીટ આપી છે. તો વળી કોંગ્રેસને 30થી 42 સીટ મળવાનું અનુમાન છે. આ એક્ઝિટ પૉલ દર્શાવે છે કે, હરિયાણામાં બંને રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપ અને કોંગ્રેસના મતોની ટકાવારીમાં પણ સામાન્ય તફાવત છે. ભાજપને 33 ટકા તો કોંગ્રેસને 32 ટકા વોટ મળવાની શક્યતાઓ છે.
haryana election result
અહીં ઉલ્લખેનીય છે કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 47 સીટ મળી હતી, તો કોંગ્રેસને 15 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ઈનેલોને 19, હરિયાણા જનહિત કોંગ્રેસને બે અને અપક્ષને એક તથા અન્યમાં સાત સીટ ગઈ હતી. રાજ્યમાં ત્યારે મનોહરલાલના નેતૃત્વમાં બહુમત સાથે ભાજપની સરકાર બની હતી.