મુંબઇ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે પ્રથમવાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને આશીર્વાદ પણ માગ્યા હતા.
ભાજપ અધ્યક્ષ બન્યા બાદ જે.પી નડ્ડાએ પ્રથમવાર PM મોદી સાથે કરી મુલાકાત - જે.પી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે પ્રથમવાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ જે.પી નડ્ડાએ કહ્યું કે, મૂલ્યવાન માર્ગદર્શકની સાથે હું પાર્ટી અને દરેક ઘરમાં પોતાની વિચારધારા લઇ જવાનું લક્ષ્ય રાખું છું.
નડ્ડા
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, દેશ નવી ઉચાંઇયો મેળવી રહ્યો છે. PM મોદીના મૂલ્યવાન માર્ગદર્શનની સાથે, હું દરેક પાર્ટી અને દરેક ઘર સુધી પોતાની વિચારધારાને લઇ જવાનું લક્ષ્ય રાખું છું.
સોમવારે જે.પી નડ્ડાએ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપના બિનહરીફ 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. તેમણે ગૃહપ્રધાન અમિત શાહની જગ્યા લીધી છે.