નવી દિલ્હીઃ ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા શ્રાવણ રાવ પર લોકડાઉન દરમિયાન દારુની વહેંચણી કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા શ્રાવણ રાવની નિંદા કરી છે. સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, 'મિત્રો આ કોંગ્રેસનું ચરિત્ર, એકબાજુ જયાં ભાજપ લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પદાધિકારી દિલ્હીમાં છુપી રીતે દારૂ પુરો પાડી રહ્યાં છે. વાહ રાહુલજી શું રણનીતિ છે તમારી.'
BJP નેતા સંબિત પાત્રાના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસના નેતા પર દારૂ પુરો પાડવાનો લગાવ્યો આારોપ - ભાજપનું કોગ્રેસ પર નિશાન
દેશમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે નેતાઓ એક બીજા પર આક્ષેપ કરી રહ્યાં છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા શ્રાવણ રાવ પર શરાબ વહેંચવાનો આક્ષેપ કર્યો છે.
sambit patra
મળતી માહિતી મુજબ જે ગાડીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પદાધિકારી અને સચિવ જરૂરી સામાનના પાસનો ઉપયોગ કરી રહ્યાં હતા તે ગાડીમાં દારૂની હેરાફેરા થઈ રહી હતી. તે ગાડી યુવા મોર્ચાના બી.વી શ્રીનિવાસની છે.