તેમણે આગળ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ખભ્ભે બંદૂક રાખી તેમને મોહરુ બનાવી કોંગ્રેસ પોતાની રાજનીતિક મહત્વકાંક્ષા પુરી કરવાના પ્રયત્નો કરી રહી છે. આ ગત રોજથી દિલ્હીમાં જોઈ રહ્યા છીએ અને હવે યુપીમાં પણ ચાલુ થયું છે.
CAA વિરોધ પ્રદર્શન: ભાજપે કોંગ્રેસના ગળામાં ગાળિયા નાખ્યો - bjp attack on congress
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામિયા યુનિવર્સિટી અને લખનઉમાં થયેલા હિંસક પ્રદર્શન માટે ભાજપે કોંગ્રેસના ગળામાં ગાળિયા નાખ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, ભારત બચાવો રેલીના બીજા જ દિવસે દેશમાં હિંસા ભડકી. કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગુમરાહ કરે છે.
![CAA વિરોધ પ્રદર્શન: ભાજપે કોંગ્રેસના ગળામાં ગાળિયા નાખ્યો caa protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5392863-thumbnail-3x2-l.jpg)
caa protest
ભાજપના પ્રવક્તાએ આગળ કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા છીનવવાનો નહીં પણ નાગરિકતા આપવાનો કાયદો છે. આમા જે રીતે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી શાંતી છીનવવાની કોશિશ કરી રહી છે, તે નિંદનીય છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા
તેમણે જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધનમાં કોઈ પણ હિન્દુસ્તાની નાગરિક પછી ભલે ને તે હિન્દુ હોય કે, મુસલમાન અથવા અન્ય કોઈ પણ ધર્મના તેમના અધિકારોને આંચ નહીં આવે. આ વિદ્યાર્થીઓ ભણેલા-ગણેલા છે, પણ અમુક લોકો પોાતાની રાજનીતિ ચમકાવવા માટે વિદ્યાર્થીઓને મિસ ગાઈડ કરી રહ્યા છે.