આ રાજ્યોમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
પેટાચૂંટણી: યુપી-બિહાર સહિત 13 રાજ્યોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરલ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કીમ, તેલંગણા અને ઉત્તર પ્રદેશની કુલ 32 સીટ પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક સાથે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે, જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.
bjp latest news
ભાજપે ઉત્તર પ્રદેશમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં લખનઉ કેંટમાંથી સુરેશ તિવારી, ગોવિંદનગરથી સુરેન્દ્ર મૈથાની, જલાલપુરથી રાજેશ સિંહ અને ધોસીથી વિજય રાજભરના નામ મુખ્ય છે. પંજાબમાંથી ફગવાડામાં રાજેશ બગ્ગા અને મુકેરિયામાં જંગી લાલ મહાજનની ટિકિટ આપી છે. મધ્યપ્રદેશની ઝબુઆમાં ભાનુ ભૂરિયાને ટિકિટ આપી છે. બિહારમાં કિશનગંજમાં સ્વીટી સિંહને મોકો મળ્યો છે. હિમાચલના ધર્મશાલામાં વિશાલ નહેરિયાને ટિકિટ આપવામાં આવી છે.