મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ત્રીશંકુ સરકાર બનવાની પ્રક્રિયા ખુબ આગળ વધી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવશે. આ આશ્વાસન ગૃહપ્રધાન અમિત શાહ તરફથી મળ્યુ હોવાનો દાવો આઠવલેએ કર્યો હતો.
અમિતભાઈએ આપ્યુ છે ભાજપ-શિવસેનાની સરકાર બનાવવાનું આશ્વાસનઃ રામદાસ અઠાવલે - bjp-and-shivsena-will-form-govt-in-maharashtra-says-ramdas-athawle
નવી દિલ્હી :રાષ્ટ્રપતિ શાસન વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મથામણ ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો કાઢવા અપિલ કરી છે. જે અંગે તેમણે રાજ્યમાં આખરે ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવશે તેવી ખાત્રી આપી છે.

અમિતભાઈએ આપ્યુ છે ભાજપ-શિવસેનાની સરકાર બનાવવાનું આશ્વાસનઃ રામદાસ અઠાવલે
સંસદના શિયાળુસત્ર પહેલા એનડીએની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ' મેં અમિતભાઈને કહ્યુ છે કે જો તેઓ મધ્યસ્થતા કરે તો કંઈક રસ્તો નીકળી શકે છે. તેના જવાબમાં અમિતભાઈએ કહ્યુ હતું કે, બધુ વ્યવસ્થીત થઈ જશે. ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવશે. કેમ કે, કોંગ્રેસ શિવસેનાને ટેકો નહીં આપે'