મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનના વિરોધમાં રવિવારે શિરડી બંધ રહ્યું હતુ. જ્યારે મંદિર પરિસર ખુલ્લું રહ્યું અને શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી હતી. શિરડી બંધને કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી આજે મુખ્ય પ્રધાને એક બેઠક બોલાવી છે. જેમાં તેઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
સાંઈબાબા જન્મસ્થળ વિવાદ : આજે CM ઉદ્ઘવ ઠાકરેની બેઠક - latestmumbainews
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ પદે આજે બેઠક યોજાશે. આ બેઠક સાંઈબાબાના જન્મ સ્થળ અંગે ચાલી રહેલા વિવાદને સંદર્ભે યોજાશે. મુખ્ય પ્રધાને ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)એ ટ્વીટ કરી કહ્યું કે, મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે સાંઈબાબાના જન્મસ્થળને લઈ ચાલી રહેલા વિવાદને ટાળવા માટે આજે બેઠક કરશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ પરભણી જિલ્લાના પાથરીને સાંઈબાબાનું જન્મસ્થળ હોવાનું નિવેદન આપી તેના વિકાસ માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
મુખ્ય પ્રધાને પરભણી જિલ્લામાં વિકાસ યોજનાની સમીક્ષા બેઠક પણ બોલાવી હતી. શિરડીના સ્થાનિક લોકો અને નેતાઓએ પાથરીને સાંઈબાબાના જન્મસ્થળ દર્શાવતા વાંધો ઉઠાવ્યો અને દાવો કર્યો કે, તેમનું જન્મ સ્થળ અને તેમનો ધર્મ અજ્ઞાત છે.