ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં બાયોલોજિકલ પાર્ક અને ઝૂ 72 દિવસ પછી ખૂલ્યા - સફારી અને પ્રાણી સંગ્રહાલય રાજસ્થાન

લોકડાઉનને કારણે 72 દિવસથી બંધ રહેલા બાયોલોજિકલ પાર્ક, સફારી અને પ્રાણી સંગ્રહાલય 1 જૂનથી ખુલી ગયા છે. પ્રવેશ કરતા પહેલા પર્યટકોને થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. તમામ સ્થળોએ પ્રવેશદ્વાર પર થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઇઝેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

બાયોલોજિકલ પાર્ક
બાયોલોજિકલ પાર્ક

By

Published : Jun 1, 2020, 7:46 PM IST

જયપુર: કોવિડ -19 સંક્રમણને કારણે 18 માર્ચે રાજ્યના તમામ બાયોલોજિકલ પાર્ક, સફારી અને પ્રાણી સંગ્રહાલય બંધ હતા. અઢી મહિનાના લોકડાઉન બાદ હવે તે પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યા છે.

રાજ્યભરના તમામ બાયોલૉજિકલ પાર્ક, પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક સોમવારથી ખોલવામાં આવ્યા છે. રણથંભોર અને સરિસ્કા સહિતના તમામ ટાઇગર રિઝર્વ હજુ ખોલવામાં આવ્યા નથી.

જયપુરમાં નાહરગઢ સિંહ સફારી, ઝાલાના લેપરેડ સફારી, એલિફન્ટ વિલેજ અને નાહરગઢ બાયોલોજિકલ પાર્ક સહિતના ઝૂ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યા છે.

સોમવારે પ્રથમ દિવસે કોઈ પણ સ્થળે પર્યટકોની અવરજવર જોવા મળી ન હતી. નાહરગઢ બાયોલોજિકલ પાર્ક, લાયન સફારી, સિંહ સફારી, ઝાલાના લેપરેડ સફારી, એલિફન્ટ વિલેજ સહિતના તમામ સ્થળોને સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.

પ્રવેશદ્વાર પર થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પ્રવાસીઓના પ્રવેશ કરતા પહેલા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે અને સેનિટાઇઝ કર્યા પછી પણ તેમને પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત તંત્રને અપીલ કરવામાં આવી છે કે, પ્રવાસીઓ ઑલાઇન ટિકિટ બુકિંગ સુવિધાનો લાભ લે તેથી, પ્રવાસીઓએ ટિકિટ બારી પર લાઇન લગાડવી પડ નહીં.

ABOUT THE AUTHOR

...view details