ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાયોકોનને કોવિડ-19ના દર્દીની સારવારમાં ઇટોલિજૂમેબના પ્રયોગની મંજૂરી મળી

કંપનીએ BSEને જણાવ્યું કે DCGIએ કોવિડ-19ને કારણે શ્વાસ સંબંધી ગંભીર સમસ્યાઓ સામે ઝઝુમી રહેલા દર્દીઓના ઇલાજ માટે ઇટોલિજૂમેબ ઇન્જેક્શનને (25 મિલીગ્રામ/ 5 મિલીલીટર) આપાતકાલીન પ્રયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

બાયોકોનને કોવિડ-19 દર્દીના ઇલાજમાં ઇટોલિજૂમેબના પ્રયોગની મંજૂરી મળી
બાયોકોનને કોવિડ-19 દર્દીના ઇલાજમાં ઇટોલિજૂમેબના પ્રયોગની મંજૂરી મળી

By

Published : Jul 12, 2020, 3:25 PM IST

નવી દિલ્હી: જૈવ પ્રોદ્યોગિકી કંપની બાયોકોનની બાયોલોજીક દવા ઇટોલિજૂમેબનો પ્રયોગ કોવિડ-19ના દર્દીઓના ઇલાજમાં ઉપયોગ કરવા ભારતીય ઓષધિ મહાનિયંત્રક(DCGI) પાસેથી મંજૂરી મળી ગઇ છે. કંપનીએ શનિવારના રોજ તેની જાણકારી આપી હતી.

કંપનીએ BSEને જણાવ્યું કે DCGIએ કોવિડ-19ના કારણે શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓથી ઝઝુમી રહેલા દર્દીઓના ઇલાજમાં ઇટોલિજૂમેબ ઇંજેક્શનને (25 મિલીગ્રામ/5 મિલીલીટર) આપાતકાલીન પ્રયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

કંપનીએ કહ્યું કે ઇટોલિજૂમેબ પહેલી એવી બાયોલોજિક દવા છે, જેને દુનિયામાં કોઇ પણ કોવિડ-19ના દર્દીના ઇલાજ માટે મંજૂરી આપી હોય, પરંતુ કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે તે આ દવાને કેટલીક કિંમતે વહેંચશે.

ABOUT THE AUTHOR

...view details