મુઝફ્ફરપુર: જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં પાણી ભરાઇ જતા માર્ગો ઉપર પણ ફરી વળ્યું છે. મહુઆ- મુઝફ્ફરપુર મેન રોડના માર્ગનો એક ભાગ પુર અને ભારે વરસાદના કારણે તૂટી ગયું હતું. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, હજારો લોકો પ્રભાવિત - ઉત્તરપ્રદેશમાં વરસાદ
મુઝફ્ફરપુરમાં બૂઢી ગંડક નદીનું પાણી કિનારા તોડીને આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરમાં હજારો લોકો બેઘર થઇ ગયા છે. પૂરના કારણે વિસ્તારમાં માર્ગો ધોવાઇ ગયા છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જો કે, લોકોએ માર્ગ પાર કરવા માટે નવો રસ્તો સોધી કાઢ્યો છે. લોકો રસ્તાઓ પાર કરવા માટે JCBની મદદ લઇ રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, હુસ્સેપુરથી કુલેશરા વચ્ચે રોડ પર પાણી ભરાઇ ગયું છે. જેથી મોટી ઘટના બની શકે છે. આ અંગેની સુચના અધિકારીઓને આપવામાં આવી છે. સ્થાનિકો અને સમાજસેવક દિલીપ કુમાર ઠાકુરે વિભાગના અધિકારીઓને આ વિશે જાણકારી આપી છે. તેમ છતા હજી સુધી કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.
ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં ભારે વરસાદ વર્સી રહ્યું છે. 16 જિલ્લાઓના કુલ 81 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યાં સરકાર રાહત સામગ્રી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે, તો કેટલાક વિસ્તારોમાં બોટની વ્યવસ્થા પણ નથી કરાઇ. લોકો નેશનલ હાઇવે અને રેલવે સ્ટેશનો પર આશરો લઇ રહ્યાં છે. જો કે, કેટલાય વિસ્તારોમાં પૂરન પીડિતોને રાહતનો સમાન પહોંચાડવામાં આવ્યો છે. મુઝફ્ફરપુરમાં જિલ્લા અહિયાપુર, આશ્રયઘાટ, અખાડાઘાટ, વિજય છપરા, કોલ્હુઆ, પૈગંબરપુરમાં પૂરના કારણે હાલત વધારે ખરાબ થઇ છે.