બિહાર: કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડત વચ્ચે બિહારના ઓરંગાબાદ જિલ્લાના એક યુવા વૈજ્ઞાનિકે હાઇડ્રોલિક પ્રેશરના સિદ્ધાંતના આધારે એક વિશેષ છત્રીની શોધ કરી છે. જે લોકોને કોરોના વાઈરસના સંક્રમણ(ફેલવા)થી સુરક્ષિત રાખશે.
આ ખાસ છત્રીમાં સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જે સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે. મનીષ પ્રજાપતિનો પુત્ર વિનીત જિલ્લાના સદર બ્લોકના દહેરા ગામનો રહેવાસી છે.
કોરોના વાઈરસથી બચવા બિહારના યુવાને બનાવી છત્રી... છત્રીની કામગીરી અંગે સમજાવતાં વિનીતે જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ છત્રી ખોલશે, ત્યારે તેની અંદર સ્થાપિત સેનિટાઇઝર પર દબાણ આવશે જે ઉપલા ભાગને સ્વચ્છ કરશે. આ રીતે, છત્રાનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. કોરોના વાઈરસના ચેપથી બચાવતી આ છત્રીની કિંમત નજીવી છે. બજારમાં સામાન્ય છત્રીની કિંમત 100થી 300 રૂપિયાની વચ્ચે હોય છે, પરંતુ તેને બનાવેલી આ ખાસ છત્રીની કિંમત માત્ર 200 રૂપિયા હશે.
કોરોના વાઈરસથી બચવા બિહારના યુવાને બનાવી છત્રી... ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિનીતે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવ્યું હતું.