સાંજના 5 વાગ્યા સુધીમાં 54.06 મતદાન નોંધાયું
- પૂર્ણિયામાં ફાયરિંગની ઘટનાઃ સરસીની બાળ ભારતી ઉચ્ચ વિદ્યાલયના મતદાન કેન્દ્ર પર ગોળીઓ વરસી, 1 નું મોત
17:41 November 07
બિહાર ચૂંટણીઃ સાંજના 5 વાગ્યા સુધીમાં 54.06 મતદાન નોંધાયું
સાંજના 5 વાગ્યા સુધીમાં 54.06 મતદાન નોંધાયું
15:34 November 07
બિહાર ચૂંટણીઃ બપોરે 3 વાગ્યા સુધીમાં 45.85 ટકા મતદાન નોંધાયું
બપોરે 3 વાગ્યા સુધીમાં 45.85 ટકા મતદાન નોંધાયું
13:15 November 07
બેનીપટ્ટીમાં અપક્ષ ઉમેદવારનું નિધન
કોરોના સંક્રમિત બેની પટ્ટીના અપક્ષ ઉમેદવાર નીરજ ઝાનું નિધન થયું છે. આજે બેનીપટ્ટીમાં મતદાન થઈ રહ્યું છે.
13:07 November 07
કટિહારના ફલકા વિસ્તારના મધ્ય વિદ્યાલય પોઠિયા બૂથ 86માં ભીડને નિંયત્રિત કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો
પૂર્ણિયામાં મતદારો અને સુરક્ષાકર્મીએ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સુરક્ષાદળોએ હવામાં ફાયરિંગ કર્યું હતુ. પૂર્ણિયાના ધમદાહા વિધાનસભાના બૂથ નંબર 282 પર આ સમગ્ર ઘટના બની હતી. પોલીસે અસામાજીક તત્વોને પકડવા માટે ના ચક્રોગતિમાન કર્યા છે.ચૂંટણી અધિકારીએ સમગ્ર વાતની જાણકારી આપી હતી.
11:48 November 07
કેટલીક જગ્યાએ ઈવીએમ મશીનોમાં ખામી સર્જાઈ
સીતામઢીમાં બૂથ સંખ્યા 59 અને 63માં EVM ખરાબ થવાને કારણે મતદાન ખોરવાયું છે.
11:40 November 07
બિહાર વિધાસભા ચૂંટણી 2020ના ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કાનું મતદાન બિહારના 15 જિલ્લાની 78 વિધાનસભા સીટ પર થઈ રહ્યું છે.
સવારે 8 વાગ્યા સુધીમાં 3.9 ટકા મતદાન,સવારે 9 વાગ્યા સુધીમાં 7.38 ટકા મતદાન અને 11 વાગ્યા સુધીમાં 19 ટકાથી વધુ મતદાન નોંધાયું
11:16 November 07
દરભંગાના બરહદ ગામમાં આવેલા મતદાન કેન્દ્ર પર પોલિંગ એજન્ટનું મોત
11:15 November 07
ધ પ્લુરલ્સ પાર્ટીની અધ્યક્ષ પુષ્પમ પ્રિયા ચૌધરીએ દરભંગાના બૂથ નંબર 277 બિહાર ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન કર્યું
બિહારને આગળ વધવાનો સમય છે. લાલુ યાદવ અને નીતિશ કુમારથી મુક્તિ મળ્યા બાદ આપણે આગળ વધી શકીયે છીએ. નીતિશ કુમારને સન્માનની સાથે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, પુષ્પમ પ્રિયા ચૌધરી, અધ્યક્ષ, પ્લુરલ્સ પાર્ટી
11:14 November 07
તમારો એક મત જ તમારા બાળકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે : રવિશંકર પ્રસાદ
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું કે, બિહારના બધા મતદારોને આગ્રહ કરું છુ કે ભષ્ટ્રાચાર મુક્ત તથા વિકાસના માર્ગ પર પ્રગતિશીલ બિહારના નિર્માણ માટે મતદાન કરો. તમારો એક મત જ તમારા બાળકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. આ માટે મતદાન કરો અને મતદાન કરવા માટે પ્રરિત કરો.
11:14 November 07
કોરોનાની ગાઈડ લાઈનનું ખાસ ધ્યાન રાખો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટ કરી કહ્યું કે, બિહારમાં આજે અંતિમ તબક્કાનું મતદાન છે. બધા જ મતદારોને હું આગ્રહ કરીશ કે, કોરોનાની ગાઈડ લાઈનનું ખાસ ધ્યાન રાખે. બિહારની પ્રગતિ માટે વધુ માત્રામાં મતદાન કરી લોકતંત્રના આ પર્વ પર તમારી ભાગેદારી નોંધવો.
11:13 November 07
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, બિહારમાં ત્રીજા તબક્કાના બધા જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે
લોકોને મતદાન માટે પ્રત્સાહિત કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, બિહારમાં ત્રીજા તબક્કાના બધા જ મતદારોને અપીલ કરું છું. કે, તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરો. ખાસ કરીને હું યુવાનોને કહીશ કે, બિહારમાં વિકાસ અને સુશાસને બનાવી રાખવા માટે તમે પણ મતદાન કરો અને અન્ય મતદારોને પણ પ્રોત્સાહિત કરો.
11:13 November 07
બીજી વખત મુખ્યપ્રધાન નહી બને નીતિશ કુમાર :ચિરાગ પાસવાન
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કમાં એ સ્પષ્ટ થઈ જશે કે, નીતિશ કુમાર ફરી મુખ્યપ્રધાન નહી બને.
11:13 November 07
તેજસ્વી યાદવે લોકોને મતદાન કરવાની અપીલ કરી
11:12 November 07
મતદાનનો નવો રેકોર્ડ બનાવો : વડાપ્રધાન મોદી
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. બધા જ મતદારોને મારી વિનંતી છે કે, તેઓ લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બને અને મતનો નવો રેકોર્ડ બનાવો. તેમજ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન અવશ્યક રાખો.
11:04 November 07
આજે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં 78 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન શનિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. આ તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવશે. ચાર વિધાનસભામત વિસ્તારોમાં સવારે 7 થી સાંજના 4 સુધી અને બાકીના 74 વિધાનસભા મત વિસ્તારોમાં સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન યોજાશે. આ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે.
પશ્ચિમ ચંપારણના વાલ્મીકિનગર, રાજનગર અને સહરસા તેમજ બખ્તિયારપુર, મહિષીમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઇવીએમ સાથે મતદાન કરનારા પક્ષો તમામ બૂથ પર પહોંચી ગયા છે.