- વડાપ્રધાન મોદીએ કહ્યું- એકબાજુ ડબલ એન્જિનની સરકાર અને બીજીબાજુ ડબલ યુવરાજ
- છપરામાં વડાપ્રધાન મોદીની રેલી
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છપરામાં ચૂંટણી રેલી સંબોધી હતી. તેમણે જનતાને બિરદાવતા કહ્યું કે, આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા.
વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ભાજપ (BJP) માટે, એડીએ માટે તમારો આ પ્રેમ કેટલાક લોકોને ગમતો નથી, રાતે તેમને ઊંઘ નથી આવતી. ક્યારેક ક્યારેકતો તેઓ પોતાના જ કાર્યકરોને મારી ફેંકે છે. તેમની હતાશા-નિરાશા, ગુસ્સો, હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે. બિહારના લોકોને તેમની ભાવનાઓને આ લોકો ક્યારેય સમજી શકતા નથી. તેઓ પોતાના પરિવાર માટે પેદા થયા છે, પોતાના પરિવાર માટે જીવે છે, તેમના પરિવાર માટે જ ઝઝૂમી રહ્યા છે. તેમને બિહાર સાથે કે બિહારની યુવા પેઢી સાથે કોઈ લેવા દેવા નથી.'
NDAનું ગઠબંધન
બિહારના લોકોની લાગણીઓને આ લોકો ક્યારેય સમજી શકતા નથી. આ લોકો તેમના પરિવાર માટે જન્મે છે, તેમના પરિવાર માટે જીવે છે અને ફક્ત તેમના પરિવાર માટે ઝઝૂમતા રહે છે. તેમને ના તો બિહાર સાથે કોઇ લેવા-દેવા છે, ના તો બિહારની યુવા પેઢીના સપનાઓ સાથે લેવા-દેવા છે. જેમની નજર હંમેશા ગરીબોના પૈસા પર હોય, તેમને ક્યારેય ગરીબોના દુ:ખ તેમની તકલીફો કયારેય દેખાશે નહીં. તો ભાજપના નેતૃત્વમાં એનડીએનું ગઠબંધન બિહારના ગરીબના જીવનની મુશ્કેલીઓ ઓછી કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક લોકોને ભાજપ માટે, એનડીએ પ્રત્યેનો આ પ્રેમ ગમતો નથી. તેની હતાશા, નિરાશા, તેમનો ગુસ્સો, તેમનો ગુસ્સો હવે બિહારના લોકો જોઇ રહ્યા છે. જેની નજર હંમેશાં ગરીબોના નાણાં પર હોય છે, તે ગરીબોનું દુ:ખ, તેમની તકલીફ કદી જોશે નહીં. તે જ સમયે, ભાજપના નેતૃત્વ હેઠળ, એનડીએનું અમારું જોડાણ, બિહારના ગરીબોના જીવનથી, દેશના ગરીબોના જીવનમાંથી મુશ્કેલીઓ ઘટાડી રહ્યું છે.