નવી દિલ્હીઃ આજે દિલ્હીમાં કોંગ્રેસ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર યોજાનારી બેઠકમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી શકે છે. આ સાથે જ બેઠકમાં મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
દિલ્હીમાં આજે કોંગ્રેસની બેઠક, બિહાર વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામ થઈ શકે છે જાહેર - બિહાર વિધાનસભા ચૂંટણી
દિલ્હીમાં આજે કોંગ્રેસ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. જેમાં બિહાર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.
Sonia Gandhi
આ અંગે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે 70 સીટો પર સંભવિત ઉમેદવારોને લઈ અમે ચર્ચા કરી છે. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ દ્વારા જે ઉમેદવારો અંગે ભલામણ કરવામાં આવી છે તે અંગે આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બર એમ સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે. જ્યારે 10 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીના મેદાનમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જંગ છે.