બિહાર (મોતિહારી) : બિહાર આ દિવસોમાં કોરોનાની સાથે- સાથે પૂરની પણ ઝપેટમાં છે. ઉત્તર બિહારના અનેક જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. નેપાળના તરાઇ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓના જળ સ્તરમાં ખૂબ જ વધારો થયો છે. જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશ્યું છે. પૂરના પાણીમાં ઘેરાયેલા લોકોની વચ્ચે જિલ્લા પ્રશાસન દરેક સંભવિત મદદ પહોંચાડવા માટે કામે લાગી છે. પૂરથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યા છે.
પૂર્વી ચંપારણના જિલ્લા સંગ્રામપુર પ્રખંડ સ્થિત ભવાનીપુર પંચાયતના નિહાલુ ટોલા નજીક ગંડક નદી ચંપારણ તટબંધ તૂટ્યો છે. પૂરનું પાણી વિસ્તારોમાં ભરાયું છે. બંધ તૂટવાથી અનેક ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. લોકો સામે ભોજનનું સંકટ ઉભું થયું છે. એવામાં લોકો સુધી રાહત પહોંચાડવા માટે જિલ્લા પ્રશાસને હેલિકોપ્ટરની મદદ લીધી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે.