- બિહાર ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ઊતર્યા મેદાને
- સાસારામના ડેહરીમાં બિયાડા મેદાનથી પહેલી સભા સંબોધી
- બિહારમાં થઈ રહેલા વિકાસ કામો વિશે લોકોને જણાવ્યું
- બિહારની ચૂંટણી જીતવા તમામ પક્ષ લગાવી રહ્યું છે જોર
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભાજપને બિહારમાં જીતાડવા માટે મેદાને ઊતર્યા છે. તેમણે બિહારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. શુક્રવારે વડાપ્રધાને બિહારના સાસારામમાં રેલી સંબોધી હતી. તમામ પક્ષ બિહારની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સાસારામ જિલ્લાના ડેહરીમાં બિયાડા મેદાનથી પોતાની પહેલી રેલીને સંબોધી હતી. વડાપ્રધાને આ દરમિયાન બિહારમાં થઈ રહેલા વિકાસ કામો વિશે પણ જણાવ્યું હતું.
- સાસારામ રેલીમાં વડાપ્રધાનનું સંબોધનઃ
- વડાપ્રધાને સાસારામમાં રેલી સંબોધતા કહ્યું, આત્મનિર્ભરતાના સંકલ્પને મજબૂત કરવા માટે નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર બનવી જરૂરી છે. બિહારમાં ભાજપ, જેડીયુ, હમ પાર્ટી અને વીઆઈપી પાર્ટીનું ગઢબંધન એટલે કે એનડીએની સરકાર જરૂરી છે.
- આ ક્ષેત્રના ઘણા યુવાનો એન્ટ્રેસ એક્ઝામ માટે મોટા શહેરો તરફ વળ્યા છે, જેનાથી તેમનો સમય, ઊર્જા અને ધન ત્રણેય બગડે છે. હવે દેશમાં મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોમન એન્ટ્રેસ ટેસ્ટની સુવિધા મળવાથી યુવા સાથીઓની મુશ્કેલી ઓછી થશે. કનેક્ટિવિટી, એનડીએની ડબલ એન્જિનની સરકારની પ્રાથમિકતા રહી છે.
- આજે બિહારના લગભગ તમામ ગામડા સુધી પાકા રસ્તાઓ બની રહ્યા છે. નેશનલ હાઈ-વે પહોળા થઈ રહ્યા છે. બિહારની નદીઓ પર આજે એક પછી એક નવા અને આધુનિક બ્રિજ બની રહ્યા છે. બિહારમાં સ્વરોજગાર માટે પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
- નાણા યોજનાથી ગરીબો, મહિલાઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, દુકાનદારોને વગર ગેરંટીએ લોન મળી રહી છે. ગામડાઓમાં ઉદ્યોગ સાહસિક દીદીઓનો સમૂહ છે. જેમને પણ બેન્કોથી મળનારી સુવિધાઓ વધારવામાં આવી છે.
- દેશની શિક્ષા વ્યવસ્થામાં તો બિહારનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિથી પ્રેરણા લેતા હવે કોશિષ હશે. મેડિકલ, એન્જિનિયરિંગ સહિત તમામ ટેક્નિકલ કોર્સને પણ માતૃભાષામાં ભણાવવામાં આવશે.
- કેન્દ્ર સરકારે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં બધુ ટેક્નોલોજીના માધ્યમથી થઈ રહ્યું છે. સારી કાર્યવાહી પછી ગામડાના લોકોને, દરેક નાગરિકને પોતાના ઘરનું, પોતાની જમીનનું સ્વામિત્વ કાર્ડ આપવામાં આવી રહ્યું છે.
- સુવિધા સાથે સાથે બિહારના તમામ વર્ગોને વધુને વધુ મોકા આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. દલિતો, પછાત, આદિવાસીઓને મળનારી અનામતને આગામી 10 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે.
- આજે એનડીએના તમામ દળ મળીને આત્મનિર્ભર, આત્મવિશ્વાસી બિહારના નિર્માણમાં લાગી ગયા છે. બિહારને હજી પણ વિકાસની યાત્રામાં ઘણું આગળ જવાનું છે. નવી ઊંચાઈ તરફ ઊડવાનું છે.
- જ્યારે બિહારના લોકોએ આમને સત્તાથી બેદખલ કરી દીધા. દસ વર્ષ સુધી આ લોકોએ યુપીએ સરકારમાં રહેતા બિહાર પર અને બિહારના લોકો પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.
- બિહારના વિકાસની દરેક યોજનાને અટકાવવા અને લટકાવવાવાળા આ જ લોકો છે, જેમણે પોતાના 15 વર્ષના શાસનમાં સતત બિહારને લૂંટ્યું જ છે. તમે બહુ વિશ્વાસ સાથે તેમને સત્તા સોંપી હતી, પરંતુ તેમણે સત્તાને પોતાની તિજોરી ભરવાનું માધ્યમ બનાવી દીધું હતું.
- હું બિહારની ભૂમિથી આ લોકોને સ્પષ્ટ કહેવા માગું છું કે, આ લોકો જેની પણ મદદ લઈ લે, દેશ પોતાના નિર્ણયોથી પાછળ નહીં હટે. ભારત પોતાના નિર્ણયોથી પાછળ નહીં હટે.
- દેશવાસીઓ વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં કલમ- 370 હટવાની રાહ જોઈ રહ્યા હતા. આ નિર્ણય અમે કર્યો. એનડીએની સરકારે લીધો, પરંતુ આજે આ લોકો આ નિર્ણયને ફેરવી દેવાની વાત કરી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે, સત્તામાં આવી શું તો જમ્મુ-કાશ્મીરમાં ફરી કલમ- 370 લાગૂ કરીશું.
- મંડી અને એમએસપી તો બહાનું છે. અસલીમાં દલાલો અને વચેટિયાઓને બચાવવાનો આમનો ઉદ્દેશ છે. લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા નાણા આપવાનું કામ શરૂ કર્યું હતું ત્યારે તેમણે કેવો ભ્રમ ફેલાવ્યો હતો.
- જ્યારે રાફેલ વિમાન ખરીદ્યા ત્યારે પણ વચેટિયાઓ અને દલાલોની ભાષા બોલી રહ્યા હતા.
- ગરીબ દીવાળી અને છઠ પૂજા સારી રીતે ઊજવી શકે તે માટે મફત અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોરોના દરમિયાન કરોડો ગરીબ મહિલાઓના ખાતામાં સીધી મદદ પહોંચાડવામાં આવી હતી. મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
- જે લોકોએ સરકારી ભરતીઓ માટે બિહારના યુવાનોથી લાખો રૂપિયાની લાંચ લીધી તેઓ ફરી બિહારને લાલચની નજરથી જોઈ રહ્યા છે. આજે બિહારમાં ભલે પેઢી બદલાઈ હોય, પરંતુ બિહારના યુવાનોએ એ યાદ રાખવું જોઈએ કે બિહારને આટલી મુશ્કેલીમાં નાખનારા કોણ હતા.
- જેટલા પણ સરવે થઈ રહ્યા છે, જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે. તે તમામમાં એ જ આવી રહ્યું છે કે બિહારમાં ફરી એક વાર એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે.
- બિહારવાસીઓને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, જેવી રીતે તેમણે કોરોના મહામારીનો સામનો કર્યો તે ખૂબ જ પ્રશંસનીય છે. દુનિયાના અમીર દેશોની હાલત પણ કોઈનાથી છુપી નથી.