ન્યૂઝ ડેસ્કઃ ખૂબ ધ્રુવીકૃત વાતાવરણમાં, બિહારમાં એનડીએએ તેની ચૂંટણીલક્ષી ચેસબોર્ડમાં પ્યાદાંઓને એટલાં કુશળ વ્યૂહરચનાથી ચલાવ્યાં હોય તેવું લાગે છે કે યાદવ અથવા મુસ્લિમો કોઈ પણ પગલું લેશે તો ભાજપને સૌથી વધુ ફાયદો થશે. જાતિના લેન્ડસ્કેપ અને તેનો ઓર્ગેનોગ્રામ બહુપરિમાણીય છે, જેના કારણે એનડીએ સામે મુસ્લિમો અને યાદવોનો સંપૂર્ણ મત હિસ્સો મુશ્કેલ બનશે.
ઓબીસી અને મુસ્લિમો માટે નીતિશ કુમારનું દાયકાઓનું વારસા અને કલ્યાણનું શાસન એકદમ નષ્ટ થયું નથી; સંસદમાં ભાજપની આગેવાનીવાળી સરકારે લીધેલા કેટલાક નિર્ણયોના લીધે થોડું ઘટી શકે છે, ખાસ કરીને મુસ્લિમો માને છે કે તે તેમનાં શ્રેષ્ઠ હિતો વિરુદ્ધ છે. આવા નિર્ણયમાં નાગરિકત્વ સુધારા કાયદો, વગેરેનો સમાવેશ થાય છે.
મુસ્લિમો અને અન્ય પછાત વર્ગના લોકોના રોષને ઓછો કરવા માટે, મુસ્લિમો અને યાદવોની પૂરતી રજૂઆત સાથે જાતિનું સંતુલન જાળવવામાં આવ્યું હતું. એનડીએનો ભાગીદાર જેડી (યુ) યાદવ અને મુસ્લિમ બંને સમુદાયના ઉમેદવારોને તેમજ કુર્મિશ જે જ્ઞાતિના નીતીશકુમાર પોતે છે, તેમને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે.
આશરે ૨૭ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લા દરભંગાથી ફરાઝ ફતમીને ટિકિટ આપવી અને વિધાન પરિષદના સભ્ય મૌલાના ગુલામ રસૂલ બલ્યાવી, જે બરેલવી વિચારધારાનો અગ્રણી મુસ્લિમ ચહેરો છે તેમણે જદ(યુ)ને મત આપવા માટે ગયા અઠવાડિયે તેમના અનુયાયીઓને અપીલ કરી હતી તેના પરથી એ વાત સાબિત થાય છે નીતીશની રમતનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બિહારના મુસ્લિમોના મોટા ભાગ પર બરેલવીઓ નોંધપાત્ર પ્રભાવ ભોગવે છે.
જદ(યુ) તરફથી ૧૮ જેટલા યાદવ અત્યારે ટણી લડી રહ્યા છે, તે રાજદની સામે મજબૂત કાર્ય છે, જ્યારે આ યાદીમાં ૧૧ મુસ્લિમ ઉમેદવારો જદ(યુ)ની યાદીમાં છે તે રાજદના મુખ્ય પ્રભાવશાળી લોકોની અસરને ઓછી કરવા માટે શક્તિશાળી વિરોધી વ્યૂહરચનાથી ઓછું નથી.
રાજદ નેતા તેજપ્રતાપ યાદવના પૂર્વ સસરા ચંદ્રિકા રોય, જેમની પુત્રીને લાલુના પુત્રએ તેમના સંબંધના માત્ર છ મહિનામાં છોડી દીધી હતી, તે પણ પારસા વિધાનસભા મત વિસ્તારમાંથી જદ(યુ)ની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. રોયના પરિવારનો રાજદ સાથે લાંબો સંબંધ રહ્યો છે. હકીકતમાં તેમના પિતા દરોગાપ્રસાદ લાલુની સરકારમાં પ્રધાન હતા.
જદ(યુ)એ રાજદને વધુ એક ધક્કો જયવર્ધન યાદવને ટિકિટ આપીને આપ્યો છે, જેણે ૨૦૧૫માં રાજદની ટિકિટ પર પાલિગંજ બેઠક જીતી હતી પરંતુ આ ચૂંટણીમાં જદ(યુ)ની ટિકિટ પર લડશે. નીતીશ રાજદના કેટલાક અગ્રણી ચહેરાઓને તેમના પોતાના લોકો સામે લડાવી રહ્યા છે જેઓ તેમના સમુદાયમાં સારો પ્રભાવ માણી રહ્યા છે.
નીતિશ માટે લડતા મુસ્લિમો અને યાદવો એ સ્પષ્ટ સંદેશો છે કે બંને સમુદાયો ખૂબ અસંગઠિત સમુદાયો પૈકીના છે. નીતિશે યાદવ અને મુસ્લિમોના ચહેરાઓને લાવીને જે વિભાજનકારી રાજકારણ રમી રહ્યા છે, તે મહાગઠબંધનને આ સમુદાયોના મોટા ભાગના મત ન મળે તે સુનિશ્ચિત કરવાનું છે, ભલે ને તે જદ(યુ)ની તરફેણમાં ન હોય.
બીજી તરફ કૉંગ્રેસ અને ભાજપ પાસે ઉચ્ચ જાતિઓ પર સમાન દાવા છે. જોકે ભાજપના અતિ હિંદુત્વ વલણના પગલે કૉંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે નબળી પડી રહી છે. બિહારમાં મુસ્લિમો અને અન્ય જાતિના મતને આકર્ષિત કરવા માટે, કૉંગ્રેસના ઉદાર સિદ્ધાંતે ૧૯૪૭થી તેના માટે પ્રથમ ચાર દાયકા દરમિયાન સારી રીતે કામ કર્યું હતું, પણ હવે પરિસ્થિતિ તેવી રહી નથી. ૧૯૯૦ના દાયકામાં લાલુ યાદવ, નીતીશ કુમાર અને રામ વિલાસ પાસવાન જેવા ઉચ્ચ જાતિઓ સિવાયની જાતિના નેતાઓ ઉભરી આવ્યા. તેમણે જે મતો કૉંગ્રેસ તરફ જતા હતા તે તેમના તરફ વાળી લીધા.
કૉંગ્રેસને તેના મત મોટા ભાગે ઉચ્ચ જાતિના વર્ગમાંથી મળશે અને નીચી જાતિઓ, અન્ય પછાત જાતિઓ અને મુસ્લિમો પાસેથી રાજ્યની વિધાનસભામાં તેમના પ્રતિનિધિત્વ વિના નિષ્ઠાની અપેક્ષા રાખશે. તે પગ પેસારો કરે તે પહેલાં કૉંગ્રેસ દ્વારા આશ્રય પામેલા ઉચ્ચ જાતિના રાજકારણીઓ તેની પાંખ કાતરી નાખશે. દુર્ગાપ્રસાદ રાય અને કર્પૂરી ઠાકુર જેવા મુખ્ય પ્રધાનો બિહારના ચૂંટણી ઇતિહાસનાં ઉત્તમ ઉદાહરણો છે કે નીચલી જાતિના રાજકારણીઓ ઉચ્ચ જાતિનાં કાવતરાં સામે કેટલા નબળા હતા કારણકે બંને મુખ્યમંત્રીઓને નીચલી જાતિને સશક્ત કરવાની તેમની પહેલ માટે તેમનો કાર્યકાળ ટૂંકાવો પડ્યો.
એ બિહારમાં જાતિનું ધ્રુવીકરણ હતું, જેણે ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભાગીદારીમાં વધારો કર્યો હતો. કૉંગ્રેસ ઉચ્ચ જાતિના રાજકારણની મુખ્ય ફાયદા મેળવનાર રહી અને ત્યારે મતદાન ઓછું થતું. ચૂંટણીની સંખ્યામાં વધારો થતાં, રાજ્યમાં કૉંગ્રેસનો પ્રભાવ ઓછો થતો ગયો. રાજ્યમાં જાતિઓના લોકશાહીકરણની સાથે ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો.
જો આપણે આંકડા મુજબ જોઇએ, તો તે ત્રૂટક જનાદેશ છે જે લોકોએ રાજ્યની વિધાનસભા માટે સમજદારીપૂર્વક પસંદ કર્યું છે, જેના માટે તે ખરેખર લાયક છે, કારણ કે એકલા હાથે બહુમતી મેળવનાર પક્ષે હંમેશાં ભારતનાં સૌથી પછાત રાજ્યો પૈકીના એક બિહારના લોકોનું શોષણ કર્યું છે.
-બિલાલ ભટ
બિહાર ચૂંટણીઓ: જદ(યુ)નું વિભાજનકારી રાજકારણ એનડીએને સૌથી વધુ ફાયદો કઈ રીતે કરાવે છે?