ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર પોલીસ મહાનિદેશક મુંબઈમાં એસપી વિનય તિવારી અંગે મહારાષ્ટ્ર પોલીસ સાથે કરશે વાત - એસપી વિનય તિવારી

પટનાના એસપી વિનય તિવારી મુંબઇ ગયા બાદ બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે રાજ્યના પોલીસ મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડે મહારાષ્ટ્ર પોલીસ સાથે વાત કરશે. તેમની (વિનય તિવારી) સાથે જે બન્યું તે બરાબર નથી. આ રાજકીય બાબત નથી. બિહાર પોલીસ તેની ફરજ બજાવી રહી છે.

સુશાંત
સુશાંત

By

Published : Aug 3, 2020, 7:24 PM IST

Updated : Aug 3, 2020, 9:51 PM IST

પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સોમવારે કહ્યું કે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગુપ્તેશ્વર પાંડે મહારાષ્ટ્ર પોલીસ સાથે પટનાના એસપી વિનય તિવારીને મુકત કરવા અંગે વાત કરશે.

કુમારે અહીં પત્રકારોને કહ્યું, "બિહારના ડીજીપી ત્યાંના અધિકારીઓ સાથે વાત કરશે. તેમની (વિનય તિવારી) સાથે જે બન્યું તે યોગ્ય નથી. તે રાજકીય મામલો છે. બિહાર પોલીસ તેની ફરજ બજાવી રહી છે." તિવારી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સંબંધિત કેસની તપાસ કરી રહ્યા હતા.

મીડિયા સાથે વાત કરતાં બિહારના ડીજીપીએ કહ્યું કે, "તેઓ (બીએમસી) કહીરહી છે કે તેઓ માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે કેમ કે તેઓ (તિવારી) મુંબઈ આવતા પહેલા કોરોનો વાઇરસ માટે પોતાનું પરીક્ષણ કરાવ્યું ન હતું."

પટનામાં નોંધાયેલી એફઆઈઆરને આધારે બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં છે, રાજપૂતનાં પિતા કે.કે.સિંહે અભિનેતા રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા બાબતે પ્રિરિત કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Last Updated : Aug 3, 2020, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details