બિહાર: રાજ્યના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કોરોના વાઈરસની મહામારીથી સર્જાયેલી પરિસ્થિતિ સામે લેવામાં આવેલા પગલાં અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યપ્રધાનએ શનિવારે મળેલી બેઠક દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન સામાજિક અંતરના ધોરણનું પાલન કરવાથી દરેકને સલામત રહેવામાં મદદ મળશે. સત્તાવાર નિવેદનમાં નિતિશ કુમારે અધિકારીઓને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે કોરોના વાઈરસ સિવાય અન્ય રોગોની સારવારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
કોવિડ-19ના પગલે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે સમીક્ષા બેઠક યોજી - પોઝિટિવ કેસ
બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કોવિડ-19 સામે સાવચેતીના પગલા લેવા સમીક્ષા બેઠક યોજી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં નીતીશ કુમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં કોરોના વાઈરસ સિવાય અન્ય રોગોની સારવારની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે.
મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્યના 4 પ્રભાવિત જિલ્લાઓમાં દરેક પરિવારના કોરોના વાઈરસના રિપોર્ટ થવા જોઇએ. બર્ડ ફ્લૂ અને સ્વાઈન ફ્લૂ માટે પણ તકેદારી રાખવી જોઇએ. મુખ્યપ્રધાને આપત્તિ રાહત શિબિરોમાં લોકોને ડ્રાય મિલ્ક પાવડર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ કર્યો છે. ધોરણ 9 અને 10નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વર્ગો શરૂ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ આર.કે. મહાજને મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે, દૂરદર્શન બિહાર પર 20 એપ્રિલથી ઓનલાઇન વર્ગો શરૂ કરવા માટે એક કલાકનો સ્લોટ બુક કરાયો છે, જ્યારે 11 અને 12 ધોરણ માટે પણ અન્ય સ્લોટ પણ મગાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના બુલેટિન મુજબ બિહારમાં, કોવિડ-19ના 86 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 2 લોકોના કોરોના વાઈરસને કારણે મૃત્યુ થયા છે.