ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAAના વિરોધમાં બિહાર બંધનું એલાન, UPમાં આજે સ્કૂલ-કોલેજ બંધ - Citizenship law

પટના: નાગરિકતા સંશોધન કાયદાના (CAA) વિરોધમાં આજે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને પગલે રાજ્યમાં ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે અને સંચાલન ખોરવાયું છે. તો ઉત્તર પ્રદેશમાં આજે તમામ સ્કૂલ અને કોલેજ બંધ રાખવામાં આવ્યા છે.

Bihar Bandh
બિહાર બંધ

By

Published : Dec 21, 2019, 10:44 AM IST

Updated : Dec 21, 2019, 12:08 PM IST

જાણીતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે CAAના વિરોધ અંગે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મહેશ ભટ્ટે નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, 'હું વ્યક્તિગત રીતે ખૂબ પરેશાન છું, કારણકે આજે પુરો દેશ સળગી રહ્યો છે. તેમ છતાં જો કોઈ તેને નથી જોઈ રહ્યું તો તે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત છે.’

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે કહ્યું કે, જો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે તો એ વાત પર ધ્યાન આપવાની અને ચર્ચા કરવાની જરૂર છે કે શું ખોટું થયું છે.

બિહારમાં ટ્રેન સંચાલન અવરોધવાનો પ્રયાસ, RJDએ આપ્યું બિહાર બંધનું એલાન

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) કાર્યકરોએ દરભંગામાં વિરોધ પ્રદર્શન કર્યું. RJDએ આજે બિહાર બંધનું એલાન આપ્યું છે.

RJDએ આપ્યું બિહાર બંધનું એલાન

કેરળ: ત્રિવેન્દ્રમમાં બસોને રોકવા પ્રયાસ, રસ્તાઓ પર ઉતર્યા લોકો

કેરળના ત્રિવેન્દ્રમમાં કેરળ છાત્ર સંઘના (KSU) સદસ્યોએ ગત રાત્રે પેરોર્કડાડા જંક્શન પર ઈસરો, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન સાથે સંબંધિત સરકારી બસોને અટકાવી હતી. KSUના વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા હતા.

કેરળમાં વિરોધ પ્રદર્શન

ગુજરાતના રાજકોટમાં આગામી 1 જાન્યુઆરી સુધી એક સાથે 4 લોકોને એકઠા ન થવા પર પ્રતિબંધ

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) સામે સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશમાં ઘણી જગ્યાએ હિંસા અને ઉગ્ર દેખાવો પણ જોવા મળ્યા છે. પરંતુ શુક્રવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં CAAના સમર્થનમાં હજારો યુવાનો એકઠા થયા હતા. આ યુવાનોએ દેશભક્તિના ગીતો, કવિતાઓ અને સૂત્રોચ્ચાર કરીને નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું અને કનોટ સર્કલમાં માર્ચ પણ કાઢ્યો હતો.

રાજકોટમાં ધારા 144 લાગૂ

કેટલાક વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારા કાયદા સાથે સંબંધિત પ્રશ્નોની પત્રિકાઓનું વિતરણ કરતા પણ જોવા મળ્યા હતા. જેમાં આ કાયદાને લઈને ઘણા મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં આજે સ્કૂલ-કોલેજ બંધ

નાગરિકતા સુધારા કાયદાને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશમાં દેખાવો કરવામાં આવી રહ્યાં છે. ગત રોજ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં હિંસક દેખાવો અને પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ રાજ્ય સરકારે સાવચેતીના પગલા રુપે આજે (શનિવારે) તમામ ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

Last Updated : Dec 21, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details