ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી લાપરવાહી, ચહેરા પર જોવા મળી લેઝર લાઈટ - rahul gandhi

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષાને લઈ ગત રોજ એક મોટી લાપરવાહી સામે આવી હતી. જેમાં નામાંકન ભર્યા બાદ પત્રકારો સાથેની વાત કરતા તેમના ચહેરા પર એક બાદ એક એમ કુલ સાત વાર લેઝર લાઈટ જોવા મળી હતી.

રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી લાપરવાહી

By

Published : Apr 11, 2019, 3:32 PM IST

આ બાબતે કોંગ્રેસ તુરંત જ ધ્યાનમાં લઈ ગૃહ પ્રધાન રાજનાથ સિંહને એક પત્ર લખી જાણ કરી છે. આ પત્રમાં કહેવાયું છે કે, નામાંકન બાદ રાહુલના ચહેરા પર સાત વાર લેઝર લાઈટનો પ્રકાશ જોવા મળ્યો હતો.

આ પત્રમાં કહેવાયું છે કે, રાહુલ ગાંધીને એસપીજી પ્રોટેક્ટેડ છે. રાહુલના દાદી અને પિતાનો ઉલ્લેખ કરતા લાપરવાહીને જોતા રાજનાથ સિંહને આ પત્ર લખ્યો છે.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ નામાંકન પહેલા મોટો રોડ શૉ કર્યો હતો. અહીં તેમની સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details