ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: પૂર્વ દિગ્ગજોના વંશજ ચૂંટણી મેદાનમાં ઉતર્યા - બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ

ચંડીગઢ: હરિયાણાની રાજનીતિની વાત કરીએ તો વારસો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. રાજ્યમાં એક સમયે ત્રણ લાલ- દેવી લાલ, બંસી લાલ અને ભજન લાલનું શાસન હતું. આ વખતે રાજ્યની 90 વિધાનસભા સીટ પર આ વંશજોની ત્રીજી અથવા તો ચોથી પેઢીને ચૂંટણી લડતા જોઈ શકાશે.

harayna election

By

Published : Oct 9, 2019, 4:11 PM IST

'લાલ' વંશજના 10 સભ્યો આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા

ચાર વાર રાજ્યના મુખ્યપ્રધાન રહેલા અને બે વાર કેન્દ્રીય પ્રધાન રહેલા બંસીલાલના પરિવારના ત્રણ સભ્યો અને ત્રણ વાર મુખ્યપ્રધાન રહેલા ભજનલાલના બે પુત્ર પણ આ વખતે ચૂંટણીમાં ઉતર્યા છે.

પરિવાર દ્વારા શાસિત સ્થાનિક રાજનીતિ સમૂહ ઈન્ડિયન નેશનલ લોકદળની સ્થાપના કરનારા પૂર્વ નાયબ વડાપ્રધાન દેવી લાલના પાંચ સંબંધીઓ ચૂંટણી લડી રહ્યા છે.

બંસી લાલની વહુ કિરણ ચૌધરી આ વખતે પણ પરિવારની સુરક્ષિત સીટ તોશામથી ચોથી વાર ચૂંટણી જીતવા માગે છે.

કિરણ ચૌધરીના જેઠ અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ રણબીર મહેંન્દ્ર બધરાથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2014માં વિધાનસભા ચૂંટણીમાં આ સીટ પરથી ભાજપના 29 વર્ષીય સુખવિંદર સિંહ સામે હારી ગયા હતા.

દિવંગત બંસીલાલના પરિવારમાં ચૂંટણી મેદાનમાં એક અન્ય સભ્ય તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય સોમવીર સિંહ શેરાન છે, જે લોહારુથી ચૂંટણી લડી રહ્યા છે.

બંસી લાલ રાજ્યમાં ચાર વખત મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 1968માં અને છેલ્લી વાર 1996થી 1999 સુધી રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા. તેમણે પોતાના ઘોર વિરોધી ભજન લાલ અને દેવી લાલને હરાવી પોતાની આગવી ઓળખ ઊભી કરી.

બંસીલાલના વંશજ કોંગ્રેસ ઉમેદવાર તરીકે લડીને પોતાના પરિવારના વારસાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ ફરી વાર આદમપુરથી અને તેમના મોટા ભાઈ હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યપ્રધાનને પંચકુલાથી ટિકિટ આપી છે.

બંને કોંગ્રેસી ઉમેદવાર
બિશ્નોઈના દિકરા ભવ્યએ મેમાં એક સમયે પરિવારનો મજબૂત ગઢ મનાતો હિસારમાંથી ચૂંટણી લડી હતી. પણ તેઓ ખરાબ રીતે હાર્યા હતા.

ચંદ્રમોહને 2008માં પોતાના પ્યાર માટે રાજનીતિ છોડી દીધી.તેમણે પંજાબમાં પૂર્વ ડેપ્યુટી એડવોકેટ જનરલ સાથે લગ્ન કરી ઈસ્લામ અપનાવી લીધો અને પોતાનું નામ બદલી ચાંદ મોહમ્મદ રાખી લીધું.

હાંસીના ધારાસભ્ય અને કુલદીપ બિશ્નોઈની પત્ની રેણુકા બિશ્નોઈને કોંગ્રેસે આ વખતે ટિકિટ આપી નથી. કારણ કે તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.

ફતેહાબાદથી ભાજપ ઉમેદવાર દુરા રામ પણ ભજનલાલ પરિવારથી સંબંધ ધરાવે છે. તેઓ 21 સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાતના દિવસે જ ભાજપમાં જોડાઈ ગયા હતા.

પૂર્વ નાયબ વડાપ્રધાન દેવી લાલ પરિવારના પાંચ સભ્યો ચૂંટણી મેદાનમાં

તેમના દિકરા રંજીત સિંહને કોંગ્રેસે ટિકિટ નથી આપી, ત્યાર બાદ તેમણે સિરસા જિલ્લાના રાનિયાથી અપક્ષ ઉમેદવારના રુપમાં પોતાનું નામાંકન ભર્યું હતું.

ઈનેલોની આગેવાની કરતા ઓ.પી.ચૌટાલાએ દેવી લાલના પૌત્ર અભ્ય ચૌટાલાને સિરસાના એલનાબાદ સીટથી ચૂંટણીમાં ઉતાર્યા છે.

આઈએનએલડીમાંથી છૂટી પડેલી જનનાયક જનતા પાર્ટીની આગેવાની દેવીલાલના બીજા દિકરા અજય ચૌટાલા કરી રહ્યા છે.

જેજેપીએ પરિવારના બે સભ્યો અજયના પુત્ર દુષ્યંત ચૌટાલાને જિંદના ઉચાના કલાંથી અને તેમની પત્ની નૈના ચૌટાલાને ભિવાની જિલ્લાના બધરાથી ચૂંટણી મેદાનમાં ઊભા રાખ્યા છે.

ભાજપે દેવી લાલના પૌત્ર આદિત્ય દેવી લાલને સિરસાના દેબવાલીથી ટિકિટ આપી છે.

અજય ચૌટાલા અને ચાર વાર મુખ્યપ્રધાન તથા દેવી લાલના પુત્ર ઓમ પ્રકાશ ચૌટાલા શિક્ષક ભરતી પરીક્ષા કૌભાંડમાં દોષી સાબિત થતાં તિહાડ જેલમાં 10 વર્ષની સજા કાપી રહ્યા છે.

ભજનલાલ બિન જાટ નેતા હતા. જ્યારે દેવી લાલને જાટના નેતા માનવામાં આવતા હતા અને ગ્રામિણ જનતાનું તેમને ખૂબ જ સમર્થન મળતું હતું.

બે વાર મુખ્યપ્રધાન રહેલા કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતકમાં ગઢી સાંપલા-કિલોઈમાં ઉમેદવારી નોંધાવી છે. તેઓ અવિભાજિત પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન ચૌધરી રણબીર સિંહના દિકરા છે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન વીરેન્દ્ર સિંહની પત્ની અને વર્તમાન ભાજપના ધારાસભ્ય પ્રેમલતા એક અન્ય જાટ નેતા જેજેપીના દુષ્યંત ચૌટાલા વિરુદ્ધ ચૂંટણીમાં ઊભા રહ્યા છે.સિંહ રાજ્યના જાટ નેતા સર છોટુ રામના પૌત્ર છે. 2014માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાને 7480 મતથી હરાવ્યા હતા.

હિસાર લોકસભા સીટ અંતર્ગત આવતી ઉચાના કલાંના બીરેન્દ્ર સિંહે 1977માં પાંચ વાર પ્રતિનિધિત્વ કર્યું હતું.

સ્વતંત્રતા સેનાની રાજા રાવ તુલા રામના વંજશ કેન્દ્રીય પ્રધાન રાવ ઈન્દ્રજીત સિંહની આહિર સમાજમાં સારી એવી પકડ છે. તેઓ આ ચૂંટણીમાં પોતાની દિકરી આરતી રાવ માટે ટિકિટ માગી હતી. પણ ભાજપે તેમની દિકરીને ટિકિટ આપી નહી.

ABOUT THE AUTHOR

...view details