નવી દિલ્હી: બુધવારે સાંજે રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી 15 શહેરોને જોડતી વિશેષ ટ્રેનો અને નજીકના ભવિષ્યમાં સૂચિત કરવામાં આવશે તેવી વિશેષ ટ્રેનો માટે 22 મેથી મર્યાદિત વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
રેલવેએ પ્રવાસીઓને વેઇટિંગ ટિકિટ આપવાની આપી મંજૂરી, વધુ ટ્રેનો દોડી શકે છે - આઇઆરસીટીસી
વેઇટિંગ ટિકિટો 22 મેથી ઉપડતી ટ્રેનો પર લાગુ થશે, જેની બુકિંગ 15 મેથી શરૂ થશે.
રેલવેએ મુસાફરોને વેઇટિંગ ટિકિટ આપવાની આપી મંજૂરી, વધુ ટ્રેનો દોડી શકે છે
હવે સ્પષ્ટ વાત એ છે કે, 12 મેથી શરૂ થયેલી પેસેન્જર ટ્રેનો માટે હાલમાં વેઇટીંગ લિસ્ટ ટિકિટ આપવામાં આવી રહી નથી. નવી પેસેન્જર ટ્રેનોની બુકિંગ 15 મેથી શરૂ થશે. જેમાં વેઇટિંગ વાળી ટિકિટો મળી શકશે. આ ટ્રેનોમાં કેન્સલેશન અગેન્સ્ટ રિઝર્વેશન (આરએસી) રહેશે નહીં અને વેઇટિંગ લિસ્ટની મહત્તમ મર્યાદાને આધિન આપવામાં આવશે. જેમાં,
ક્લાસ | મેક્સિમમ વેઇટિંગ લિસ્ટ |
sleeper | 200 |
AC chair car | 100 |
3 AC | 100 |
2 AC | 50 |
Executive Class | 20 |
1 AC | 20 |
Last Updated : May 14, 2020, 9:33 AM IST