ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓના ષડ્યંત્રને નાકામ કર્યુ, પાંચ IED કર્યા નિષ્ક્રિય - Naxali

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ પ્રભાવિત પરતાપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ અને જિલ્લા બળ જવાનોએ નક્સલીઓના મોટા ષડ્યંત્રને નાકામ કર્યુ છે.

મં
મં

By

Published : Sep 21, 2020, 9:14 AM IST

કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ પ્રભાવિત પરતાપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ અને જિલ્લા બળ જવાનોએ નક્સલીઓના મોટા ષડ્યંત્રને નાકામ કર્યુ છે. જવાનોએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઇરાદે નક્સલવાદીઓ દ્વારા લગાવેલા 5 આઇઇડી મળી આવ્યા છે, જો કે બી.ડી.એસ. ટીમે સ્થળ પર નિષ્ક્રીય કર્યા છે.

છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

બીએસએફ 157 બટાલિયન જવાન અને જિલ્લા દળના જવાનો નક્સલી પેટ્રોલીંગ પર હતા, આ દરમિયાન તેમને નક્સલવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ થતાં હોવાની જાણ થઈ હતી. જેના પર જવાનોએ આ વિસ્તારમાં નજીકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન બીડીએસની ટીમે પાંચ જુદા જુદા શખ્સોને ઝડપ્યા છે. જુદા જુદા સ્થળોએ પ્લાન્ટ આઇ.ઈ.ડી. મળી આવ્યા છે, જેને કાળજીપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યાં છે.

છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

જણાવી દઈએ કે નક્સલવાદીઓએ 21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનની 16 મી વર્ષગાંઠ ઉજવવાની જાહેરાત કરી છે અને આખા સ્થળે બેનર પોસ્ટરો પણ લગાવી દીધા છે. આ જોઈને જવાનો વધુ સતર્ક બન્યા છે અને સર્છ ઓપરેશન વધુ સક્રિય કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details