ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભગવાન રામના મંદિર માટે બનાવવામાં આવ્યો 2100 કિલોનો ઘંટ, 15 કિલોમીટર દૂર સુધી સંભળાશે અવાજ

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાનો જલેસર વિસ્તાર પીતળના ઘંટ માટે પ્રખ્યાત છે. પહેલા પણ અહિંયા ઘંટ બનીવીને દેશના વિવિધ ભાગમાં મોકલવામાં આવ્યા હતા. હવે અયોધ્યામાં નિર્માણ પામનારા ભગવાન શ્રીરામના મંદિર માટે પણ 2100 કિલોનો ઘંટ બનાવવામાં આવ્યો છે. આ ઘંટની કિંમત 20 લાખ રૂપિયા છે.

ભગવાન રામના મંદિર માટે બનાવવામાં આવ્યો 2100 કિલોનો ઘંટ, 15 કિલોમીટર દૂર સંભળાશે અવાજ
ભગવાન રામના મંદિર માટે બનાવવામાં આવ્યો 2100 કિલોનો ઘંટ, 15 કિલોમીટર દૂર સંભળાશે અવાજ

By

Published : Aug 10, 2020, 11:01 PM IST

એટા(ઉત્તર પ્રદેશ): ભગવાન શ્રીરામને હિન્દુ આસ્થાના પ્રમુુખ દેવ તરીકે માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં થવા જઇ રહ્યું છે. રામ મંદિરને લઇને લોકોમાં ઘણી આસ્થા છે.

હિન્દુ ધર્મનું મુખ્ય આસ્થાનું કેન્દ્ર ભગવાન રામના મંદિરના નિર્માણથી સમગ્ર સમાજમાં ખુશીની લહેર છે. લોકોનો ભગવાન રામમાં વિશ્વાસ છે. જલેસરના મિત્તલ પરિવારે રામ મંદિરના નિર્માણમાં 2100 કિલોના ઘંટના દાન કરવાની વાત કરી છે. આ ઘંટમાં ગુણવત્તાવાળા મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કહેવામાં આવ્યું છે કે જ્યારે આ ઘંટ વગાડવામાં આવશે, ત્યારે તેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાશે, આ ઘંટ બનાવવામાં 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઘંટની ઉચાઇ 6 ફુટની છે. જ્યારથી આ ઘંટને ભગવાન રામના મંદિરમાં લગાવવાની વાત કરવામાં આવી છે ત્યારથી તે વધારે મહત્વનો બન્યો છે. જ્યારે ઘંટ બનાવનારે જણાવ્યું કે આ ઘંટને રામ મંદિરમાં લગાવવા માટે ભેટ સ્વરૂપે મોકલવામાં આવશે. મંદિરના નિર્માણ બાદ જ્યારે ઘંટા લગાવવાનો સમય આવશે, ત્યારે તેઓ સ્વયં આ ઘંટ લઇને મંદિરે જશે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિર માટે જલેસર ખાતે 2100 કિલોના ઘંટનું નિર્માણ લગભગ પૂર્ણ થયું છે. પરંતુ હજી સંપૂર્ણ તૈયારીમાં 5 થી 6 મહિનાનો સમય લાગશે.

ABOUT THE AUTHOR

...view details