રાજસ્થાન: બાડમેર જિલ્લાાના સરહદી વિસ્તારોમાં રહેતા જૂના તસ્કરો ફરીથી સક્રિય થઈ રહ્યા છે અને આ વાતનો ખુલાસો બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ કર્યો હતો. જે રીતે ગત કેટલાક દિવસોથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂના તસ્કરો ફરી એકવાર બોર્ડર પર સક્રિય હોવાનું બહાર આવ્યું છે, આનંદ શર્માના જણાવ્યા અનુસાર, નકલી નોટોના કેસમાં આરોપીની પૂછપરછમાં સેડવા પોલીસ સ્ટેશનના ખંડુ ખાન ગેરકાયદેસર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
પાકિસ્તાન બોર્ડર પરથી બાડમેર પોલીસે 3 કરોડની હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી - Three crore heroin caught
પશ્ચિમ રાજસ્થાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો બાડમેર જિલ્લો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બાડમેર પોલીસ એક પછી એક ખુલાસા કરી રહી છે. પહેલાં નકલી નોટ, ત્યારબાદ ઘુસણખોરને ઝડપ્યા અને આજે બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ રૂપિયા 3 કરોડના હેરોઇન સાથે 2 લોકોની ધરપકડ કરી છે. તેમ જણાવ્યું હતું.
![પાકિસ્તાન બોર્ડર પરથી બાડમેર પોલીસે 3 કરોડની હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી પાકિસ્તાન બોર્ડર પરથી બાડમેર પોલીસે 3 કરોડની હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:25:01:1596984901-rj-bmr-04-sppc-avb-10009-09082020195749-0908f-02453-725.jpg)
પાકિસ્તાન બોર્ડર પરથી બાડમેર પોલીસે 3 કરોડની હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી
તે પછી, પોલીસે આરોપીને ઝડપી લઇ, પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પાસેથી બે પોલિથીન બેગમાંથી કુલ 1 કિલો 740 ગ્રામ ગેરકાયદેસર હેરોઇન મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બાડમેર પોલીસે થોડા દિવસ પહેલા છ લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી હતી, તેની સાથે મળીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેની ઉંડી પૂછપરછમાં આ દરેેેક ઘટના સામે આવી રહી છે, સૌથી મોટો સવાલ એ છે કે હેરોઇન ક્યાંથી આવી હતી? પોલીસ દ્વારા આ માહિતીનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.