CM બઘેલે આદિવાસીઓના જલ, જંગલ અને જમીન સાથે ગાઢ સંબંધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં જ્યારે એનઆરસીને લઈ આગ ફેલાઈ રહી છે, ત્યારે છત્તીસગઢમાં તેનો કોઈ જ પ્રભાવ જોવા મળતો નથી. છત્તીસગઢના લોકો શાંત, અહિંસામાં માનવા વાળા છે, અમે સંવિધાનના રસ્તે ચાલનારા લોકો છીએ.
છત્તીસગઢ: આદિવાસી મહોત્સવમાં બોલ્યા CM, રાહુલના માર્ગદર્શનમાં ચાલે છે સરકાર - rahul gandhi dance
રાયપુર: છત્તીસગઢમાં આજથી ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની શરુઆત થઈ છે. આ કાર્યક્રમનું આયોજન સાયન્સ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અનેક રાજ્યોના કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ અને તેમના રીત-રીવાજોના ભરપુર વખાણ કર્યા હતા. બઘેલે કાર્યક્રમમાં તમામનું સ્વાગત કર્યું હતું.
national tribal festival
સૌનું ધ્યાન રાખે છે છત્તીસગઢ સરકારઃ
તેમણે આગળ જણાવ્યું હતું કે, અમારી શક્તિ તમને અહીંયા આ પંડાલોમાં જોવા મળશે. જ્યાં સમગ્ર દેશના લોકો હાજર છે. અમારી સરકાર રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં ચાલે છે. છત્તીસગઢની સરકાર સૌનું ધ્યાન રાખે છે, પછી તે આર્થિક મોર્ચે હોય કે, સાંસ્કૃતિક મોર્ચે.