રાયપુર: લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતે તેના 20 બહાદુર પુત્રો ગુમાવ્યા હતા. તેમાંથી શહીદ થનાર એક જવાન કાંકેરનો રહેવાસી ગણેશ કુંજામ હતો. ગુરુવારે શહીદનો પાર્થિવ દેહ રાજધાની રાયપુર લાવવામાં આવ્યો હતો. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેશ બેઘલ અને પૂર્વ સીએમ રમણ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યપ્રધાન બેઘલે શહીદને ખભો પણ આપ્યો હતો. ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુ, કૃષિપ્રધાન રવિન્દ્ર ચૌબે, પ્રધાન શિવા ડહેરિયા, ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાય અને કુલદીપ જુનેજાએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારે રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે વતી રાજ્યપાલના પરિસહાય અનંત શ્રીવાસ્તવે સ્વામી વિવેકાનંદ વિમાનતલ ખાતે શહીદ ગણેશરામ કુંજામના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તોપૂર્વ સીએમ રમણ સિંહ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે," ધન્ય છે ઘર.. જ્યાં આવા વીરોનો જન્મ થાય છે."