મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને પગલે સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે ત્યારે ખાસ કરીને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે કામ કરી ચૂકેલા તેના સાથી અભિનેતાઓ તેમજ અભિનેત્રીઓ અવારનવાર તેને યાદ કરી તેના પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે.
સુશાંત સાથે ‘સોનચિરીયા’ ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની મિત્ર પણ હતી. તેણે તાજેતરમાં તેના સોશીયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે સુશાંતની યાદમાં 550 ગરીબ પરિવારોને જમાડશે અને સુશાંતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. તેણે તેના ચાહકોને પણ સુશાંતની યાદમાં સારા કાર્યો કરવાની અપીલ કરી હતી.