નવી દિલ્હીઃ સુપ્રીમ કૉર્ટમાં પાંચ સભ્યોની ખંડપીઠ દ્વારા ભોપાલ ગેસ દુર્ઘટનામાં 11 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. જેમાં વળતર આપવાની અંગેની રજૂઆત કરવામાં આવશે.
1984માં ભોપાલમાં ગેસની દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા મુદ્દે કેન્દ્ર સરકારે ડાઉ કેમિકલ્સ કંપનીને 7,844 કરોડની વધુ વળતર આપવાની સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી છે. મંગળવારે ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણની ખંડપીઠે ગેસ પીડિતોને વળતરની રકમ વધારવા માટે કેન્દ્રની સુધારાત્મક અરજી પર વિચારણા કરી હતી, ત્યારબાદ કોર્ટે આ કેસની સુનાવણી 11 ફેબ્રુઆરી કરવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા આ કેસની સુનાવણીની તારીખ 10 ફેબ્રુઆરી જાહેર કરાઈ હતી.
બંધારણીય ખંડ પીઠેના સભ્યો ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનર્જી, ન્યાયમૂર્તિ વિનીત સરન. ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ એસ રવીન્દ્ર ભટ્ટ સામેલ છે. કેન્દ્ર સરકારની માગ છે કે, ગેસ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારોને વળતર આપવા માટે, અગાઉ 47 મિલિયન યુ.એસ. ડોટલની રકમ ઉપરાંત, યુનિયન કાર્બાઇડ અને અન્ય કંપનીઓને 7,844 કરોડ રૂપિયાના વધારાના ભંડોળ પ્રદાન કરવા માટે નિર્દેશ આપવો જોઈએ.
યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનના ભોપાલ સ્થિત બે-ત્રણ સપ્ટેમ્બર,1984માં MIC કંપનીમાં ગેસ લીકેજ થતાં દુર્ઘટના થઈ હતી. જેમાં ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા અને 1.02 લાખ લોકો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતાં. આમ, આ ઘટનાની 30 વર્ષની વધુનો સમયગાળો થયો છતાં પીડિતોને ન્યાય મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે પીડિત પરિવારો ધીમી ન્યાય વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યાં છે.