ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરની રાજકિય ઇનિંગ, 'આઝાદ સમાજ પાર્ટી'ની જાહેરાત કરી - uttar pradesh news

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે નવી પાર્ટી લોન્ચ કરી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના સ્થાપક કાંશીરામની જન્મ જંયતીના દિવસે ચંદ્રશેખર આઝાદે 'આઝાદ સમાજ પાર્ટી'ની જાહેરાત કરી છે.

bhim
ભીમ

By

Published : Mar 15, 2020, 5:00 PM IST

લખનઉ: ભીમ આર્મીના પ્રમુખે ચંદ્રશેખર આઝાદ બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામની જન્ય જંયતીના દિવસે નવી રાજકિય ઈનિંગની શરુઆત કરી છે. ભીમ આર્મીના પ્રમુખે ચંદ્રશેખરે 'આઝાદ સમાજ પાર્ટી'ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખરની નવી પાર્ટીથી ઉત્તર પ્રદેશમાં માયાવતીની BSPને મોટો પડકાર મળી શકે છે.

નોંધનીય છે કે, ચંદ્રશેખર આઝાદને દલિત, પછાત વર્ગ અને મુસ્લિમોનો સપોર્ટ મળી શકે છે, જેથી ઉત્તર પ્રદેશમાં માયાવતીનો મોટા પડકાર મળી શકે છે. ભીમ આર્મી રાજકિય પાર્ટીમાં સોશિયલ મીડિયા અભિયાન કરશે, જેથી તેમની પાર્ટી લોકો સુધી પહોંચી શકે છે.

ભીમ આર્મીના પ્રમુખ CAA (નાગરિકાત કાયદો), NRC (રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર) અને NPR (રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર)નો વિરોધ કરતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર આઝાદની 2022માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર નજર છે. જેના કારણે ભીમ આર્મીના પ્રતિનિધિયોએ રાજકિય મુલાકાત શરુ કરી દીધી છે. ચંદ્રશેખર આઝાદે આ પહેલા સુહેલદેવ ભારતીય પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર સાથે મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details